Friday, 22/11/2024
Dark Mode

અખિલ ભારતીય સફાઈ મજદુર સંઘ,દાહોદ દ્વારા પોતાની વિવિધ માંગણીઓને લઇ વડોદરાના પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકાને લેખિતમાં અરજી કરી રજૂઆત કરાઈ

અખિલ ભારતીય સફાઈ મજદુર સંઘ,દાહોદ દ્વારા પોતાની વિવિધ માંગણીઓને લઇ વડોદરાના પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકાને લેખિતમાં અરજી કરી રજૂઆત કરાઈ

 

  જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ તા.૧૦

અખિલ ભારતીય સફાઈ મજદુર સંઘ,દાહોદ દ્વારા પોતાની વિવિધ માંગણી આજદિન સુધી ન સંતોષાતા વડોદરાના પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકાને લેખિત અરજી કરી પોતાની વિવિધ માંગણીઓને ધ્યાનમાં રાખી ત્વરિત પુરી કરવામાં આવે તેવી રજુઆત કરી છે.

અરજીમાં જણાવ્યા અનુસાર, દાહોદ નગરપાલિકા દ્વારા સફાઈ કામદારોની માંગણી ન સ્વીકારાતા તેમની છેલ્લા બે વર્ષની કાળી દિવાળી તરીકે ઉજવી રહ્યા છે. પોતાની વિવિધ માંગણીઓ તેઓ જણાવ્યું હતુ કે, નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા ૨૫ હાંગામી કર્મચારીઓને કાયમ કરવા, છેલ્લા ૨૫ થી ૩૦ વર્ષથી સળંગ ફરજ બજાવતાં ૧૦૨ સફાઈ કર્મચારીઓને ફીક્સ પગાર ચુકવવા, છેલ્લા ૧૦ વર્ષથી ફરજ બજાવતાં રહેમ રાહે ચાલતા સફાઈ કર્મચારીઓને ફીક્સ પગાર ચુકવવા, ૧૦૨ સફાઈ કર્મચારીઓને ૧ ફેબ્રુઆરીથી ૧ ઓક્ટોબર સુધીના ઈપીએફના નાણાં જમા કરવા બાબત, ૨૫૫ રિયલ કોરોના વોરિયર્સ સફાઈ કર્મચારીઓ જેવા છેલ્લા આઠ માસથી સતત કોરોના વિસ્તારમાં જઈ વફાદારી પુર્વક તેમની ફરજ બજાવેલ અને ઓફિસર સ્ટાફના તમામ વિભાગના ઈન્સ્પેક્ટરોને રૂા.૨૫ હજાર થી માંડી ૮ હજાર સુધીની ભેટ આપવા આવેલ છે, ચાલુ નોકરીએ મરણ જનાર સફાઈ કર્મચારીઓના આશ્રીતોને આર્થિક રૂપીયા ૫૦,૦૦૦ ની સહાય ચુકવવા, કાયમી તથા હંગામી સફાઈ કર્મચારીઓને તેમજી ફરજ ઉપર ગેરહાજર રહેવા બદલ લેખિતમાં નોટીસ આપવા બાબત, કાયમી સફાઈ કર્મચારીઓ તેમજ ૧૦૨ કર્મચારીઓ અને રહેમ રાહે ચાલતા કર્મચારીઓને એડહોડ બોનસ ચુકવવા, કાયમી તેમજ હંગામી કર્મચારીઓને તા. ૦૧.૦૭.૨૦૧૯ થી તારીખ ૩૧.૧૨.૨૦૧૯ સુધીના મોંધવારી ભથ્થાના તફાવતની રકમ રોકડમાં ચુકવવા તેમજ સુખદેવકાકા કોલોનીમાં ક્વાટર્સની પાછળવાળી જુની ગટર નવી ગટરમાં બનાવવા બાબત આ તમામ માંગણીઓ પુરી કરવામાં આવે તો દિવાળી ઉજવી શકાય તેમ જણાવાયું છે.

error: Content is protected !!