Friday, 22/11/2024
Dark Mode

દાહોદ શહેરમાં એક વ્યક્તિએ 4 વેપારીઓ પાસેથી 11 લાખ ઉપરાંતના માલસામાનની ખરીદી કરી ચુકવણું કરવામાં ઠાગાઠૈયા કરતા છેતરપીંડીની ફરિયાદ નોંધાઈ

દાહોદ શહેરમાં એક વ્યક્તિએ 4 વેપારીઓ પાસેથી 11 લાખ ઉપરાંતના માલસામાનની ખરીદી કરી ચુકવણું કરવામાં ઠાગાઠૈયા કરતા છેતરપીંડીની ફરિયાદ નોંધાઈ

 જીગ્નેશ બારીયા :- દાહોદ  

દાહોદ તા.૩૧

દાહોદ શહેરમાં એક ઈસમે હાર્ડવેરના વેપારી સહિત ૪ વેપારીઓ પાસેથી સ્ટીલના સળીયા, સિમેન્ટ, ઈંટો વિગેરે માલ સામાન લઈ લીધા બાદ આ માલસામાનની ખરીદી ન કરતાં લાંબો સમય વિતી ગયા બાદ પણ માલસામાનના પૈસા ન મળતા પોતાની સાથે વિશ્વાસઘાત, છેતરપીંડી થઈ હોવાના અહેસાસ સાથે આ છેતરપીંડીનો ભોગ બનેલ વેપારી દ્વારા દાહોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

દાહોદ શહેરમાં મહેમુદ કોમ્પલેક્ષ સૈફી મહોલ્લામાં રહેતા મુસ્તફા અઝીઝભાઈ મોગરાવાલાએ દાહોદની હુસૈની મસ્જીદની પાસે હમીની મહોલ્લામાં રહેતા મન્ના હસનઅલી લોખંડવાલા, દિનેશભાઈ કડવાભાઈ, અબ્દુલમજીદ શેખ અને વિનોદભાઈ રમણભાઈ પરમાર આ ચારેય વેપારીઓ પૈકી મન્નાભાઈ પાસેથી રૂા.૩,૬૨,૧૭૫ના સ્ટીલના સળીયા(જી.એસ.ટી.વગરના), દિનેશભાઈ પાસેથી રૂા.૫,૧૫,૦૦૦ની ઈંટોસ રઈશભાઈ પાસેથી રૂા.૧,૧૦,૦૦૦ની રેતી અને વિનોદભાઈ પાસેથી રૂા.૧૧,૩૭,૧૭૫ એડવાન્સ લઈ કુલ રૂા.૧૧,૩૭,૧૭૫ના માલસામનની આજદિન સુધી ચુકવણું ન કરી વિશ્વાસઘાત,છેતરપીંડી કરતાં આ સંબંધે મન્નાનભાઈ હસનઅલી લોખંડવાલાએ મુસ્તફા અઝીઝભાઈ મોગરાવાલા વિરૂધ્ધ દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!