આંતરરાજ્ય રૂટની એસ.ટી બસ વારંવાર ખોટ વાતા મુસાફરોને પડતી હાલાકી,દાહોદથી ગલિયાકોટ વાયા ફતેપુરા એસ.ટી બસ જર્જરિત આવતા મુસાફરોમાં રોષ

Editor Dahod Live
1 Min Read

  શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા  

આંતરરાજ્ય રૂટની એસ.ટી બસ વારંવાર ખોટ વાતા મુસાફરોને પડતી હાલાકી,દાહોદથી ગલિયાકોટ વાયા ફતેપુરા એસ.ટી બસ જર્જરિત આવતા મુસાફરોમાં રોષ

ફતેપુરા તા.22

દાહોદથી ગલિયાકોટ વાયા ફતેપુરા થઈને જતી ગલીયાકોટ આંતર રાજ્ય એસ.ટી બસ જર્જરીત અને વારંવાર ખોટ વાર્તા અને ગમે ત્યાં બગડી ગઈ ને ઉભી થઈ જતા તેમાં મુસાફરી કરતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે.આંતરરાજ્ય એસટી બસમાં મુસાફરો પણ સારા એવા પ્રમાણમાં મળે છે.અને ફતેપુરા તેમજ તેની આજુબાજુ વિસ્તારના રહીશો માટે એસ ટી બસ આશિર્વાદ સમાન છે.પરંતુ દાહોદ ડેપોની આ આંતરરાજ્ય એસટીબસ જર્જરિત અને વારંવાર બગડી જતી હોય ગુરૂવારના રોજ ગલીયાકોટથી પરત દાહોદ આવતા ફતેપુરા નજીક રસ્તામાં ટાયર માં પંચર પડી જતા પેસેન્જર હેરાન પરેશાન થઇ જવા પામી જતા તે જ પ્રમાણે આજરોજ શુક્રવારના દિવસે સવારના 7:00 કલાકે દાહોદથી ગલિયાકોટ વાયા ફતેપુરા ઉપડવાના સમયે જ એસટીબસના ટાયરમાં પંચર થઈ જતા ફતેપુરા અને ગલીયાકોટ પેસેન્જરો હેરાન થઈ ગયા હતા. અંતરરાજ્ય એસટી બસ નવીન સારી કન્ડિશન વાળી ફાળવવામાં આવે તેવી આ વિસ્તારના મુસાફરોની લાગણી અને માગણી છે.

Share This Article