Tuesday, 01/07/2025
Dark Mode

દાહોદ તાલુકાના કાળીમહુડી નજીક એસટીબસને નડ્યો અકસ્માત:મોટરસાઇકલ ચાલકને બચાવવા જતા બસ ખાડામાં ખાબકી,25થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થતાં દવાખાને ખસેડાયા

દાહોદ તાલુકાના કાળીમહુડી નજીક એસટીબસને નડ્યો અકસ્માત:મોટરસાઇકલ ચાલકને બચાવવા જતા બસ ખાડામાં ખાબકી,25થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થતાં દવાખાને ખસેડાયા

 જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ તા.૧૯

ઝાલોદ તાલુકાના કાળીમહુડી ગામે એક એસટી બસ અકસ્માતે રસ્તાની બાજુમાં આવેલ ખાડામાં ખાબકી જતા અંદાજે ૨૫ જેટલા મુસાફરોને ઇજાઓ થતાં ઘટનાસ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા.

દાહોદ તાલુકાના કાળીમહુડી નજીક એસટીબસને નડ્યો અકસ્માત:મોટરસાઇકલ ચાલકને બચાવવા જતા બસ ખાડામાં ખાબકી,25થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થતાં દવાખાને ખસેડાયામળતી માહિતી પ્રમાણે આજરોજ ઝાલોદ તાલુકાના કાળીમહુડી ગામે થી એક એસટી બસ પસાર થઇ રહી હતી આ દરમિયાન એક બાઈક ચાલકને બચાવવાનો પ્રયાસ કરતા આ એસટી બસના ચાલકે પોતાના કબજાની એસ.ટી.બસનો સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા બસ રસ્તાની બાજુમાં આવેલ ખાડામાં મુસાફરો સાથે ખાબકી ગઈ હતી. ઘટનાની જાણ સ્થાનિકોને થતા લોકટોળા મુસાફરોને બચાવવા ઉમટી પડ્યા હતા અને કેટલાક ઇજાગ્રસ્ત મુસાફરોને બસમાંથી હેમખેમ બહાર કાઢ્યા હતા. ઘટનાની જાણ પોલીસ તેમજ ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ અને થતાં આ કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો અને ૨૫ જેટલા ઇજાગ્રસ્ત મુસાફરોને નજીકના દવાખાને ૧૦૮ મારફતે ખસેડવામાં આવ્યા હતા.

error: Content is protected !!