Thursday, 21/11/2024
Dark Mode

ફતેપુરા તાલુકાના પાટડીયા ખાતે આવેલ સસ્તા અનાજની દુકાન સંચાલક વિરુદ્ધમાં ગ્રામજનો દ્વારા મામલતદારને રજુઆત કરાઈ

ફતેપુરા તાલુકાના પાટડીયા ખાતે આવેલ સસ્તા અનાજની દુકાન સંચાલક વિરુદ્ધમાં ગ્રામજનો દ્વારા મામલતદારને રજુઆત કરાઈ
 હિતેશ કલાલ,સુખસર/શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા 

ફતેપુરા તાલુકાના પાટડીયા ખાતે આવેલ સસ્તા અનાજની દુકાન સંચાલક વિરુદ્ધમાં ગ્રામજનો દ્વારા મામલતદારને રજુઆત કરાઈ, બીપીએલ લાભાર્થીઓને ગત સપ્ટેમ્બર તથા ઓક્ટોમ્બરમાં મળવા પાત્ર રાહતદરની તેમજ ફ્રીમાં મળતી ચીજ વસ્તુઓ આપવામાં નહીં આવી હોવાનો આક્ષેપ. છેલ્લા બે મહિનાથી ગરીબોને અનાજ પુરવઠા પુરવઠો ન મળતા મામલતદારને આવેદન,કોરોના મહામારી વચ્ચે ગરીબોના અનાજમાં પણ કટકી,પ્રધાનમંત્રી યોજના દ્વારા અપાતો મફત જથ્થો પણ ના અપાયો.

 સુખસર/ફતેપુરા તા.13

ફતેપુરા તાલુકા ના પાટડીયા ગામે છેલ્લા બે મહિનાથી દીનદયાળ ગ્રાહક ભંડાર ની દુકાન ના સંચાલક દ્વારા ચાલુ મહિના સહિત બે માસથી ગામની પ્રજા ને સસ્તા અનાજનો પુરવઠો આપવામાં ના આવતા ગ્રામજનો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી યોજના દ્વારા અપાતું મફત અનાજ પણ આપવામાં આવી ન હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું કોરોના મહામારી વચ્ચે ગરીબોના અનાજમાં પણ વહીવટી તંત્રની મિલિભગતથી કટકી કરવામાં આવી રહી છે?.
હાલમાં કોરોના મહામારી ને લઇ ગ્રામીણ વિસ્તારની ગરીબ પ્રજાને ખાવા માટે અનાજ પુરવઠો મળી રહેતી અર્થે પ્રધાનમંત્રી યોજના હેઠળ મફતમાં અનાજ આપવામાં આવી રહ્યું છે તેમજ રાજ્ય સરકાર દ્વારા પણ રાહત દરે અનાજનો જથ્થો આપવામાં આવે છે. હાલમાં ચોમાસુ પણ નિષ્ફળ રહી હોવાથી પૂરતા પ્રમાણમાં અનાજ પાક્યું નથી અને ખેડૂતોને પડતા પર પાટુ જેવી સ્થિતિ જોવા મળી રહી છે જેમાં ફતેપુરા તાલુકાના પાટડીયા ગામે છેલ્લા બે મહિનાથી પંડિત દિન દયાલ ગ્રાહક ભંડાર ના સંચાલક દ્વારા અનાજનો જથ્થો આપવામાં આવ્યુ ન હોવાનું તેમજ પ્રધાનમંત્રી યોજના અંતર્ગત અપાતા મફત અનાજ માં પણ બે મહિના નું અનાજ બારોબાર ચાઉ કરી દેવાયો હોવાના આક્ષેપ સાથે ફતેપુરા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
સસ્તા અનાજના સંચાલકો દ્વારા ગ્રામિણ વિસ્તારોમાં સરકારની યોજનાનું અનાજ જથ્થો આપતા ન હોવાથી જિલ્લા કલેકટર વિજય ખરાડી દ્વારા ગરીબો પ્રત્યે થોડું ધ્યાન આપી કામગીરી કરાવે તે જરૂરી બન્યું છે.

અમારા ગામના લોકોને સંચાલક દ્વારા અનાજ ન અપાયો :- જાલુ ભાઈ સંગાડા ( સરપંચ પાટડીયા)

અમારા ગામમાં સંચાલક ગ્રામજનોને છેલ્લા બે મહિનાથી અનાજનો પુરવઠો આપ્યો નથી. પ્રધાનમંત્રી યોજના દ્વારા અપાતો મફત નો જથ્થો પણ આપ્યો નથી ગ્રામજનોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું છે. 300 જેટલા પરિવારો રાહતદરના અનાજ થી વંચિત છે કોરોના મહામારી ચાલી રહી છે પરંતુ વહીવટી તંત્ર કે કલેકટર દ્વારા પણ ધ્યાન અપાતું નથી.

error: Content is protected !!