Wednesday, 05/02/2025
Dark Mode

દાહોદ: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા શહેરના પાંચ અલગ અલગ વિસ્તારોમાં નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયા

દાહોદ: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા શહેરના પાંચ અલગ અલગ વિસ્તારોમાં નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયા

  સુભાષ એલાણી :- દાહોદ 

દાહોદ તા.27

આજ રોજ ડો.હેડગેવાર સેવા સમિતિ તથા નેંશનલ મેડિકલ ઓર્ગેનાઇઝેશનના સંયુક્ત ઉપક્રમે દાહોદમાં કાર્યરત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની યોજનાથી કોરોનામાં લોક જાગૃતિ માટે નિઃશુલ્ક ચિકિત્સા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં તમામ રોગોની તપાસ અને સારવાર નિઃશુલ્ક કરવામાં આવ્યું હતું.દાહોદ નગરમાં પાંચ સ્થાન પર કેમ્પ કરવામાં આવ્યો હતો ગુજરાત માં પ્રથમ વાર કોઈક શહેર ના 5-5 સેવા વસ્તી(સ્લમ અરિયા) માં એકજ દિવસે એકજ સમયે આવો મેગા મેડિકલ કૅમ્પ દાહોદ નગરમાં યોજાયો હતો.

દાહોદ ને 5 સેવા વસ્તીઓમાં આ કેમ્પ નું આયોજન થયું ભીલવાડા તળાવ ફળીયા,ગોદી રોડ, ગારખાયા,સુખદેવકાકા વસ્તી,ગૌશાળા એમ પાંચ સેવાવસ્તી કેમ્પ કરવામાં આવ્યા હતા તથા કેમ્પ 1200 જેટલા માસ્કનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું તથા રાષ્ટ્રીય સ્વયંસેવકની ભગિની સંસ્થાઓ વિશ્વ હિન્દુ પરિષદ,શેક્ષીક મહાસંઘ,અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, જનજાતિ કલ્યાણ આશ્રમ , તથા અન્ય સંસ્થા અને પેરામેડીકલ વિદ્યાર્થીઓ આ તમામ સંસ્થાના કાર્યકર્તા ના સહયોગ થી આ કેમ્પ કરવામાં આવ્યા હતાકેમ્પ માં 15 જેટલા ડોકટર્સ 8-9 મેડિકલ સ્ટુડન્ટસ 6 પેરા મેડીડકલ સ્ટાફ દ્વારા સેવા આપવા માં આવી કેમ્પ માં કુલ 600 થી વધારે દર્દીઓની તપાસ કરી તેમને દવા આપવામાં આવી હતી.તથા 42 જેટલા કાર્યકર્તાની ટીમ કામે લાગી હતી દાહોદ આરોગ્ય વિભાગ તરફથી નિઃશુલ્ક દવાઓ કેમ્પ માટે આપવામાં આવી હતી.

error: Content is protected !!