Tuesday, 01/07/2025
Dark Mode

સિંગવડ તાલુકાના સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા ભારતમાતા અને સ્વામી વિવેકાનંદજીની મૂર્તિની સ્થાપના કરાઈ

September 17, 2020
સિંગવડ તાલુકાના સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા ભારતમાતા અને સ્વામી વિવેકાનંદજીની મૂર્તિની સ્થાપના કરાઈ

   કલ્પેશ શાહ :- સીંગવડ 

સીંગવડ તા.17

સિંગવડ તાલુકાના સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા ભારતમાતા અને સ્વામી વિવેકાનંદજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી

સિંગવડ તાલુકાના કબુતરી નદીના કાંઠે ભમરેચી માતાના મંદિર નજીક 17.9.20 ના રોજ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા ભારતમાતા અને સ્વામી વિવેકાનંદની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી.દેશભક્તિની ભાવના પ્રત્યેક યુવાનોમાં જાગૃતિ થાય અને સ્વામી વિવેકાનંદજી જેવા ગુણોનો સંચય થાય તેવા ઉદ્દેશ સાથે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં પુરતા સોશિયલ ડિસ્ટન્સ તથા માસ્ક સાથે આ કાર્યક્રમ કરવામાં આવ્યું હતું.લીમખેડાના ધારાસભ્ય શૈલેશ ભાભોર ઉપસ્થિત રહી યુવાનોમાં જોશ જગાડ્યું હતું કાર્યક્રમમાં સિંગવડ તાલુકાના મહાનુભાવો અને વિવિધ સંગઠનના મુખ્ય વ્યક્તિઓ હાજર રહ્યા હતા.સામાજિક અંતર સાથે ભારત માતાની આરતી પૂજા કરવામાં આવી હતી.ભારત માતાના જય ઘોષ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમનું રૂપરેખા ગુજરાત રાજ્ય બોર્ડના સીંગવડ તાલુકાના સંયોજક સુરેશભાઈ હઠીલા અને લક્ષ્મણ હઠીલા દ્વારા સંકલન કરવામાં આવ્યું હતું. સિંગવડ તાલુકામાં તથા વિસ્તારમાં આ દેશભક્તિના એક નવા ઇતિહાસની શરૂઆત કરી શકાય તેમ છે

error: Content is protected !!