બલૈયા સામુહિક આરોગ્ય કેન્દ્ર સારવાર બાદ રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ,અમદાવાદ જાયડસ માં ફરજ બજાવતા કર્મી વતન આવેલા હતા.

Editor Dahod Live
1 Min Read

હિતેશ ચલાલ :- સુખસર 

બલૈયા સામુહિક આરોગ્ય કેન્દ્ર સારવાર બાદ રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ,અમદાવાદ જાયડસ માં ફરજ બજાવતા કર્મી વતન આવેલા હતા.

 સુખસર તા.16
ફતેપુરા તાલુકાના બલૈયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર બાદ  એક ને રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા ચકચાર મચી જવા પામ્યો હતો અમદાવાદ જાયડસ  હોસ્પિટલમાં ફરજ બજાવતો હતો અને બીમાર હોવાથી વતન આવેલો હતો.
 ફતેપુરા તાલુકાના આંબલી ખેડા ગામ નો સતિષભાઈ મહિડા ઉ-50 અમદાવાદ જાયડસ હોસ્પિટલ ખાતે ફરજ બજાવે છે જેઓ બીમાર હોવાથી ઘરે આવેલા હતા બે દિવસ પહેલા તબિયત ખરાબ હોવાથી બલૈયા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર કરાવી હતી છતાં આરામ ન થતાં બુધવારના રોજ રેપિડ માં રિપોર્ટ કરાવતા કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ મચી જવા પામ્યો સતિષભાઈ ને વધુ સારવાર અર્થે લઈ જવાયા હતા. બે દિવસ પહેલા સારવાર કરાવી હોવાથી અન્ય કર્મચારીઓમાં ગભરાટ ફેલાઇ જવા પામ્યો હતો. હોસ્પિટલ ને સેનેટ રાઈઝર નો છટકાવ કરવામાં આવ્યો હતો.
Share This Article