Tuesday, 08/07/2025
Dark Mode

દાહોદ જિલ્લામાં કોરોનાનો “રાજ”:આજે વધુ 19 દર્દીઓના ઉમેરા સાથે કોરોનાનો કુલ આંક 1374 પર પહોંચ્યો:ઝાયડસના નોડલ ઓફિસર, ડીવાયએસપી, એસઆરપી સહીત સરકારી કચેરીઓમાં કોરોનાનો પગપેસારો

દાહોદ જિલ્લામાં કોરોનાનો “રાજ”:આજે વધુ 19 દર્દીઓના ઉમેરા સાથે કોરોનાનો કુલ આંક 1374 પર પહોંચ્યો:ઝાયડસના નોડલ ઓફિસર, ડીવાયએસપી, એસઆરપી સહીત સરકારી કચેરીઓમાં કોરોનાનો પગપેસારો

  જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ જિલ્લામાં કોરોનાનો કાળો કેર યથાવત,આજે વધુ 19 દર્દીઓનો વધારો નોંધાયો, પોલીસખાતા,આરોગ્યવિભાગ, એસઆરપી તેમજ,વનવિભાગની વસાહતમાં કોરોનાનો પગપેસારો,ઝાલોદમાં એકનું મોત થતાં તંત્રે કોવીડની ગાઇડલાઇન મુજબ પીપીઇ કીટ પહેરી મૃતકનો અગ્નિદાહ આપ્યો,આરોગ્ય વિભાગ દવારા નગરના બજારોમાં સર્વે કામગીરી હાથ ધરાઈ,વેપારીઓ તેમજ કંટેઇન્મેન્ટ ઝોન સહીતના વિસ્તારોમાં વધુ ને વધુ ટેસ્ટિંગ પર ભાર મુકાયો, 

દાહોદ તા.૧૨

દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણ બેકાબુ થતાં શહેર સહીત જિલ્લામાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.આજે વધુ ૧૯ કોરોના દર્દીઓના સમાવેશ સાથે દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૧૩૭૪ને પાર થવા પામ્યો ત્યારે આજે દાહોદ ઝાયડસ હોસ્પિટલના નોડલ ઓફિસર,પોલિસખાતામાં ફરજ બજાવતા ડીવાયએસપી,એસઆરપી,તેમજ ફોરેસ્ટ ખાતા સહીત સરકારી કચેરીઓમાં કોરોના સંક્રમણે પગપેસારો કરતા દાહોદમાં ચિંતાનો માહોલ જાેવા મળ્યો હતો. જોકે આજરોજ કોરોના સંક્રમિત આવેલા દર્દીઓમાં (૧) યામિનીબેન યોગેશભાઈ મહાવર (ઉ.૩૩ ગોધરા રોડ જલારામ પાર્ક દાહોદ), (ર) મનીષ રામકિશોર મહાવર (ઉ.૪ર રહે. ગોદી રોડ દાહોદ), (૩) હેમલતાબેન મનિષભાઈ મહાવર (ઉ.૪ર રહે. ગોદી રોડ દાહોદ), (૪) મહેશકુમાર ભગચંદ મગલાણી (ઉ.પ૩ રહે. ગોવીંદનગર દાહોદ), (પ) મનસુર તાહેરભાઈ ભાટીયા (ઉ.૬ર રહે. નવજીવન મીલ દાહોદ), (૬) સંતોષ હરિબક્ષ પાંડે (ઉ.પર રહે. પરેલ દાહોદ), (૭) રાણા વિવેક કે (ઉ.૩૦ રહે. દે.બારીયા સોની પંચની વાડી), (૮) બેનકર હર્ષવર્ધનભાઈ જયપ્રકાશ (ઉ.૪પ રહે. દાહોદ પોલીસ લાઈન), (૯) બારીયા પ્રિયંકાબેન કનુભાઈ (ઉ.ર૮ રહે. ઝાલોદ હનુમાન બજાર), (૧૦) પટેલ બિનાબેન હિરેનભાઈ (ઉ.૪૪ રહે. ઝાલોદ મુવાડા ફળીયા), (૧૧) યાદવ પુષ્પેન્દ્ર સુગરેસીંહ (ઉ.૩૩ રહે. ઝાલોદ ઈદ્રપ્રસ્થ સોસાયટી), (૧ર) ર્ડા.કમલેશકુમાર પારસીંગભાઈ નિનામા (ઉ.૩૩ રહે. નાનીવાવ કાચલા ફળીયા દાહોદ), (૧૩) નાયક મિથુનભાઈ ભાનુદાસ (ઉ.૩૪ રહે. એસઆરપી પાવડી દાહોદ), (૧૪) વાલવી પીયુશભાઈ બાલુભાઈ (ઉ.૩૦ રહે. એસઆરપી પાવડી દાહોદ), (૧પ) સોની રમેશચંદા એસ (ઉ.પપ રહે. દેસાવાડ નિચવાસ ફળીયા દાહોદ), (૧૬) ભુરા નારણજી માળી (ઉ.૩૬ રહે. ફોરેસ્ટ કોલોની, આઈટીઆઈ દાહોદ), (૧૭) કાન્જી સોમા રજત (ઉ.૬ર રહે. ફોરેસ્ટ કોલોની આઈટીઆઈ દાહોદ), (૧૮) મયંક નરેન્દ્ર લબાના (ઉ.ર૭ રહે. તાડ ફળીયુ પેથાપુર ઝાલોદ), (૧૯) ચિરાગ દિનેશ લબાના (ઉ.રર રહે. તાડ ફળીયુ પેથાપુર ઝાલોદ) આમ, આજે આ ૧૯ કોરોના પોઝીટીવ દર્દીઓનો સમાવેશ થયો છે.

કોરોના કાળથી દર્દીઓની સારવારમાં જોતરાયેલા ઝાયડસના નોડલ ઓફિસર સંક્રમિત થયાં 

કોરોના કાળની શરૂઆતથી જ ઝાયડસ હોસ્પિટલના નોડલ ઓફિસર
કમલેશ નિનામા છેલ્લા ચાંર – પાંચ માસથી ઝાયડસ હોસ્પિટલ ખાતે ખુબ જ સાવચેતી પૂર્વક કોરોના દર્દીઓનો ખુબ પ્રેમથી સાર સંભાળ લઈ રહ્યા છે.જેથી તેમના માટે સમગ્ર નગરમાં એક અલગ લોક ચાહના ઉભી થવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ આરોગ્ય ઈન્ચાર્જ અધિકારી ર્ડા. પહાડીયા તેમજ ખાનગી તબીબો તેમજ આરોગ્ય કર્મીઓ પણ કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો અને તેઓ પણ સ્વસ્થ્ય થઈ પરત પોતાની ફરજ પણ હાજર થઈ ગયા હતા ત્યારે આજરોજ આવેલ ર્ડા. કમલેશ નિનામા વહેલી તકે સાજા થઈ પરત પોતાની ફરજ પર હાજર થાય તેવા સંદેશાઓ સોશિયલ મીડીયામાં વહેતા થવા માંડ્યા હતા.

  જિલ્લા પોલીસવડાની કચેરીમાં કોરોનાનો પગપેસારો:એસટી.એસ.સી.સેલના ડિવાયએસપી સંક્રમિત થયાં  

આજે ૬૦૪ રેપીટ ટેસ્ટમાંથી ૭ પોઝીટીવ અને આરટીપીસીઆ ૩૦૦ ટેસ્ટમાંથી ૧૨ પોઝીટીવ મળી ૧૯ કોરોના દર્દીઓ સામે આવ્યા હતા. આજે વધુ ૧૪ લોકો કોરોના સામે જંગ જીતતા તેઓને હોસ્પિટલમાંથી રજા પણ આપવામાં આવી હતી ત્યારે એક્ટીવ કેસ ૧૮૪ રહેવા પામ્યા છે. જિલ્લામાં અત્યાર સુધી કોરોનાથી ૬૩ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી પ્રમાણે જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી હેડક્વાટર્સમાં કાર્યરત એસપીએસી સેલના ડિવાયએસપી બેન્કર હર્ષવર્ધન જયપ્રકાશ પણ આજે કોરોના પોઝીટીવ આવ્યા છે. એસ.પી. કચેરીમાં પણ કોરોનાનો પગપેસારો થતાં પોલીસ કર્મચારીઓમાં પણ ચિંતાનો માહોલ જાેવા મળ્યો હતો. આ અગાઉ પણ એલ.આઈ.બી શાખાના પીઆઇ એચ.પી.કરેણ તેમજ તેમનો ફેમિલીના સભ્યો, રૂરલ પોલિસ મથકના પી.એસ.આઈ. દેસાઈ સહિત બીજા પોલીસ કર્મચારીઓને કોરોના થયો હતો.જોકે જિલ્લા પોલીસવડાની કચેરીમાં કોરોનાએ પગપેસારો કરતા સાવચેતીના ભાગરૂપે કચેરીના કેટલા કર્મીઓને કોરોનટાઇન કરવામાં આવે તે જોવું રહ્યું

એસ.આર.પી. પાવડી તેમજ ફોરેસ્ટ ખાતાની વસાહતમાં પણ કોરોના પ્રવેશ્યો:કુલ 4 સંક્રમિત દર્દીઓ નોંધાયા 

આજરોજ કોરોના સંક્રમિત આવેલા દર્દીઓમાં ૨ એસ.આર.પી. પાવડીના જવાનોનો પણ કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. દાહોદ ફોરેસ્ટ કોલોની પણ કોરોના સંક્રમણથી બાકાત રહ્યું નથી આજના ૧૯ કોરોના પોઝીટીવ દર્દીઓની લીસ્ટમાં દાહોદ ફોરેસ્ટ ખાતાના બે કર્મચારીઓ પણ પોઝીટીવ આવતા હવે કોરોનાએ ફોરેસ્ટ કોલોનીમાં પણ પગપેસારો કર્યાે છે.

error: Content is protected !!