Saturday, 12/07/2025
Dark Mode

દાહોદની વુમન્સ હોસ્પિટલમાં કુતુહુલ સર્જાયો:પ્રસૂતા મહિલાએ એક સાથે ચાર-ચાર તંદુરસ્ત બાળકોને જન્મ આપ્યો: ચાર બાળકો એક સાથે અવતરતા સ્ટાફ અને તબીબ પણ અચરજમાં મૂકાયા

દાહોદની વુમન્સ હોસ્પિટલમાં કુતુહુલ સર્જાયો:પ્રસૂતા મહિલાએ એક સાથે ચાર-ચાર તંદુરસ્ત બાળકોને જન્મ આપ્યો: ચાર બાળકો એક સાથે અવતરતા સ્ટાફ અને તબીબ પણ અચરજમાં મૂકાયા

રાજેન્દ્ર શર્મા,જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ તા.૦૯

ઉપર વાલા દેતા હે તો છપ્પર ફાડ કે દેતા હે… જેવી કહેવાત દાહોદ તાલુકામાં સાર્થક થવા પામી છે. દાહોદ તાલુકાના બોરખેડા ગામે રહેતી એક ૨૩ વર્ષીય ગર્ભવતી મહિલાને આજે એક સાથે ૪ બાળકોનો જન્મ થતાં ડોક્ટરો તેમજ સ્ટાફગણ સહિત પરિવારજનોમાં પણ આનંદ સાથે આશ્ચર્ય ફેલાવા પામ્યો હતો.

દાહોદની વુમન્સ હોસ્પિટલમાં કુતુહુલ સર્જાયો:પ્રસૂતા મહિલાએ એક સાથે ચાર-ચાર તંદુરસ્ત બાળકોને જન્મ આપ્યો: ચાર બાળકો એક સાથે અવતરતા સ્ટાફ અને તબીબ પણ અચરજમાં મૂકાયા

એકદમ જલવંત બનતા કિસ્સામાં ફરી પુનઃ પુનરાવર્તન થયું છે. દાહોદ શહેરના પડવાલ વુમન્સ હોસ્પિટલમાં જનેતાએ એક સાથે ૪ બાળકોને જન્મ આપતા શહેરભરમાં વાયુવેગે આ સમાચાર ફેલાતા સમગ્ર શહેરવાસીઓમાં કુતુહલ સાથે આશ્ચર્ય ફેલાયું છે. દાહોદ તાલુકાના બોરખેડા ગામે રહેતી ૨૩ વર્ષીય પસાયા રેખાબેન સુભાષભાઈ ને આજે પ્રસુતિ પીડા ઉપડા તેને દાહોદ શહેરની પડવાલ વુમન્સ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી. આ હોસ્પિટલના તબીબો દ્વારા આ મહિલાનું સીઝર કરી ડિવીવરી કરવામાં આવી હતી. ડિલીવરી થતાં વેંત મહિલાના ગર્ભમાંથી એક સાથે ૪ બાળકો (છોકરા) ઓએ જન્મ લેતા ઉપસ્થિત તબીબો સહિત હોસ્પિટલના સ્ટાફ મિત્રોમાં સ્તબ્ધતા સાથે આશ્ચર્ય વ્યાપી જવા પામ્યો હતો. જણાવ્યા પ્રમાણે આ ૨૪ વર્ષીય રેખાબેનને અગાઉ ૬ વર્ષ અગાઉ પહેલી ડિવીલરી થઈ હતી જેમાં પણ એક છોકરો અવતર્યાે હતો ત્યારે તેના ચાર વર્ષ બાદ આજે આ મહિલાને પુનઃ ડિલીવરી આવતા એક સાથે ચાર બાળકો જાેડીયા બાળકો અવતર્યા હતા. આ મહિલાને અધુરા માસે એટલે આઠમો મહિનો પુરો થવામાં અઠવાડિયું બાકી હતુ.અને આ ડિલીવરી થઈ હતી. હોસ્પિટલના તબીબો પાસેથી જાણવા મળ્યા પ્રમાણે હાલ માતા અને તેના ચાર જન્મેલા જાેડીયા પુત્રો સ્વસ્થ્ય અને તંદુરસ્ત હાલતમાં છે. આમ, આજના આ કિસ્સાને પગલે હોસ્પિટલ ગણ સહિત પરિવારજનોમાં ખુશીના માહૌલ સાથે આશ્ચર્ય વશ કુતુહલ પણ ફેલાયું હતું.

error: Content is protected !!