રાહુલ ગારી :- ગરબાડા
જેસાવાડાના પદ્મનાથ મંદિરમાં ચોરીના CCTV આવ્યાં સામે,મૂર્તિઓ રસ્તામાં મળતા પોલીસને તપાસની દિશા મળી.
જેસાવાડાના પદ્મનાથ મંદિરમાં ચોરી | CCTV સામે આવ્યું | મૂર્તિઓ રસ્તામાં મળી | પોલીસ તપાસ તેજ
દાહોદ તા. ૨૩
ગરબાડાના જેસાવાડામાં પદ્મનાથ શિવ મંદિરમાં ચોરી થયો હોવાનો બનાવ સામે આવ્યો હતો.આ મામલે જેસાવાડા પોલીસે ગંભીરતા દાખવી પૂજારી તેમજ ટ્રસ્ટીના ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી. જે બાદ પોલીસે તસ્કરોનું પગેરું મેળવવા માટે ડોગ સ્કોર ફોરેન્સિક અને એલસીબી પોલીસની મદદ લીધી હતી.ઘટનાના 24 કલાક બાદ હજી સુધી તસ્કરો પોલીસના હાથે આવ્યા નથી. પરંતુ તસ્કરો જતા જતા ભગવાનની મૂર્તિઓ જેસાવાડાના અભલોડ ખાતે સરવઈ જવાના રસ્તા ઉપર ખેતરમાં ફેંકીને જતા રહ્યા હતા જે આજે મળી આવી છે. આજે તમે મૂર્તિઓ જોઈ રહ્યા છો તે તસ્કરો રસ્તામાં જ ફેંકી ગયા હતા જે પોલીસ તપાસ દરમિયાન પોલીસને મળી આવી હતી. ચોરીના આ બનાવમાં તસ્કરોને ઝડપી પાડવા માટે અલગ અલગ એંગલો ઉપર કામ કરી રહી છે પોલીસે મંદિરમાંથી મળી આવેલ સીસીટીવી ફૂટેજ જે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો આ ઘટના પરમ દિવસની છે રાત્રિના સમયે તસ્કરો મંદિરના પાછળના ભાગે તાળુ તોડીને અંદર પ્રવેશ્યા હતા અને મંદિરમાં રહેલ બે પચ ધાતુની મૂર્તિઓ ચાંદીના પંખા ચાંદીનો ટોપો સહિત આભૂષણોની ચોરી કરીને તસ્કરો ફરાર થયા હતા. હવે પોલીસ તસ્કરોને ઝડપી પાડવા માટે કામે લાગેલી છે આ દરમિયાન મંદિરમાંથી ચોરાયેલી મૂર્તિઓ રસ્તામાં મળતા પોલીસ માટે તપાસની દિશા મળી છે. હાલ ઘટનાના બે દિવસ બાદ પણ તસ્કરો પોલીસ પકડથીb દૂર છે.ત્યારે પદ્મનાભ મંદિરમાં હાથ ફેરો કરનારા તસ્કરો ઝડપથી પોલીસના શકજામા આવે અને બીજી વખત આવી કોઈ ઘટના જેસાવાડામાં ન બને તેમજ લોકોને પોલીસની હાજરી અનુભવાય સુરક્ષા મળે તે માટે માંગ કરી રહ્યા છે.
