ડીડીઓની અધ્યક્ષતામાં ગરબાડા મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો.

Editor Dahod Live
2 Min Read

રાહુલ ગારી :- ગરબાડા 

 ડીડીઓની અધ્યક્ષતામાં ગરબાડા મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો.

દાહોદ તા. ૨૧

 ગરબાડા મામલતદાર કચેરી ખાતે દાહોદ જિલ્લા ડીડીઓ સ્મિત લોઢા ની ઉપસ્થિતિમાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ગરબાડા તાલુકાના વિવિધ વિસ્તારોની આઠ જેટલી અરજીઓ દાહોદ જિલ્લા ડીડીઓ દ્વારા સાંભળવામાં આવી હતી અને તેઓના નિકાલ માટે સહલગ્ન વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનો અને માર્ગદર્શન કર્યું હતું જેમાં રાઠોડ મનુભાઈ કુંવરાભાઈ દ્વારા જમીનમાં ગેરકાયદેસર કબજા અંગેની ફરિયાદ, રણજીતભાઈ રોઝ દ્વારા આમલી ગામમાંથી પસાર થતા એસ.એસ-150 પર વાહનોની વધુ ઝડપને કારણે સ્પીડ બ્રેકર બનાવવાની માંગ તેમજ ગુંડિયા રામાભાઇ વેચતાભાઈ દ્વારા સાહડા કેનાલ ફળિયામાં વીજળીની સુવિધા ન હોવાથી કનેક્શન નવું આપવા રજૂઆત , પરમાર બદલીબેન બચુભાઈ દ્વાર EMARS સ્કૂલમાં નું ગંદુ પાણી ખેતરમાં જવાથી પાકને નુકસાન અંગેની ફરિયાદ અને બામણીયા મનુભાઈ દ્વારા માતવા ખાતે જંગલી પ્રાણીઓ દ્વારા પાકને નુકસાન અટકાવવા બાબતે રજૂઆત , રાઠોડ સામંતસિંહ દ્વારા ગરબાડા થી ગાંગડી માર્ગ પર પસાર થતાં રાહદારીઓ અને વાહન ચાલકો જ્યારે સાઈડ લેતા હોય છે

 

ત્યારે અકસ્માત થવાનો ભય છે જે જન સુરક્ષાને ધ્યાનમાં રાખી ગરબાડા થી ગાંગરડી રસ્તા ઉપર સ્પીડ બ્રેકર મૂકવા બાબતે રજૂઆત કરી હતી અને ગરબાડા થી ગુગરડી નવીન ડામર રસ્તો બનેલ છે તેનું ધોવાણ થતા રી કાર્પેન્ટીંગ કરવા માટે પણ રજૂઆત કરી હતી ચતુરભાઈ કોદરભાઈ દ્વારા કોટડા ફળિયાના રસ્તા નું કામ બંધ કરવા માટે અરજી કરી હતી આ તમામ અરજીઓ દાહોદ જિલ્લા ડીડીઓ સ્મિત લોઢાએ સાંભળી હતી. અને તમામ અરજદારોને તેઓના પ્રશ્નોના નિકાલ માટેની બહેનદારી આપી હતી.

Share This Article