Wednesday, 30/10/2024
Dark Mode

ઝાલોદ:અનાસ નદીમાં આદિવાસી સમાજના લોકોના મોતની ઘટનાના વિરોધમાં સજજડ બંધ:તંત્રની નિષ્કાળજીના કારણે અસ્થિ વિસર્જન કરવા ગયેલા પરિવારના છ લોકો નદીમાં ડૂબી જતાં મોતને ભેટ્યા હતા:ચારના મૃતદેહ મળ્યા, બે હજી લાપતા

હિરેન પંચાલ :- ઝાલોદ 

દાહોદના ઠુંઠી કંકાસીયાની ઘટનામાં વહીવટી તંત્રની નિષ્કાળજીના પગલે 6 લોકોએ ગુમાવ્યો હતો જીવ, સ્થાનિક ગ્રામજનોએ કર્યા આક્ષેપ, અસ્થિ વિસર્જન કરવા ગયેલા 6 લોકો મોતને ભેટ્યા હતા,તંત્રની ઘોર બેદરકારીના કારણે પાણીમાં ગરકાવ થયાં હતા,પરિવારજનો દ્વારા ચાર મૃતકોને શોધી કઢાયા હતા, બે વ્યક્તિઓ ઘટનાના એક સપ્તાહ કરતા વધુ સમય કરતા લાપતા, જવાબદાર અને બેદરકારી દાખવનાર અધિકારી સામે કાર્યવાહીની રજૂઆત કરાઈ હતી.

ઝાલોદ:અનાસ નદીમાં આદિવાસી સમાજના લોકોના મોતની ઘટનાના વિરોધમાં સજજડ બંધ:તંત્રની નિષ્કાળજીના કારણે અસ્થિ વિસર્જન કરવા ગયેલા પરિવારના છ લોકો નદીમાં ડૂબી જતાં મોતને ભેટ્યા હતા:ચારના મૃતદેહ મળ્યા, બે હજી લાપતા
અનાસ નદીના બેટમાં ફસાયેલાંઓની ફાઈલ તસ્વીર :-

દાહોદ તા.૦૧

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં આવેલ અનાસ નદી ખાતે કેટલાક દિવસો પુર્વે અસ્થિ વિસર્જન કરવા ગયેલા એક જ સમાજના ૬ વ્યક્તિઓ નદીના વહેણમાં ડુબી જવાના પગલે ભારે ચકચાર મચી જવા પામી હતી. આ સંબંધે ઝાલોદના આદિવાસી સમાજ સહિત પરિવારજનો દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવા પણ જણાવ્યું હતુ અને ન્યાય ન મળે તો તારીખ ૧ સપ્ટેમ્બરના રોજ ઝાલોદ બંધનું એલાન પણ કર્યું હતું. જે સંદર્ભે ન્યાય ન મળતા આજરોજ ૧ સપ્ટેમ્બરના રોજ ઝાલોદ સંપુર્ણ બંધ રખાતા સ્તબ્ધતાનો માહૌલ જાેવા મળ્યો હતો.

ઝાલોદ:અનાસ નદીમાં આદિવાસી સમાજના લોકોના મોતની ઘટનાના વિરોધમાં સજજડ બંધ:તંત્રની નિષ્કાળજીના કારણે અસ્થિ વિસર્જન કરવા ગયેલા પરિવારના છ લોકો નદીમાં ડૂબી જતાં મોતને ભેટ્યા હતા:ચારના મૃતદેહ મળ્યા, બે હજી લાપતા
અનાસ નદીમાં તણાયેલા કમનસીબ વ્યક્તિઓની ફાઈલ તસ્વીર :-

ઝાલોદના જવાબદાર અધિકારીઓ સામે આદિવાસી સમાજના તથા અગ્રણીઓમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે. તંત્રની લાપરવાહીના કારણે આ ૬ વ્યક્તિઓ નદીના પુરમાં તણાઈ ગયા હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા અને જેને પગલે ઝાલોદના લાગતા વળગતા અધિકારીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી રહી છે. તણાઈ ગયેલા વ્યક્તિઓના પરિવાર તથા આગેવાનો દ્વારા કરવામાં આવેલ આક્ષેપોમાં જણાવ્યા અનુસાર, આ ૬ વ્યક્તિઓ નદીના પુરમાં ફસાયા સમયે તંત્રની રાહ જાેઈ બેઠા હતા પરંતુ તંત્રની કોઈ મદદ ન મળતા આ દુર્ઘટના સર્જાઈ હોવાઈ હોવાની રજુઆત પણ કરી હતી. આ મામલે અગ્રણીઓ તેમજ પરિવારજનો દ્વારા કેટલાક દિવસો પુર્વે દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ સુપ્રત કર્યું હતુ અને તેમાં જણાવ્યા અનુસાર, ન્યાય ન મળે તો આજે એટલે કે, ૧ સપ્ટેમ્બરના રોજ સંપુર્ણ ઝાલોદ બંધ પાળી વિરોધ નોંધાવતા તેના પડઘા આજે જાેવા મળ્યા હતા. આજે સંપુર્ણ અને જડબેસલાક ઝાલોદ બંધ રહ્યું હતુ. દુકાનો,રોજગાર ધંધા પણ બંધ હતા. આવનાર દિવસોમાં આ મામલો કેવા પ્રકારનું રૂપ ધારણ કરશે તે જાેવાનું રહ્યું.

error: Content is protected !!