ગરબાડા:કોરોના કાળમાં અંબાજી પગપાળા યાત્રા સ્થગિત થતાં માઇ ભક્તોએ માતાજીના મંદિરે ધજા ચઢાવી

Editor Dahod Live
1 Min Read

 વિપુલ જોષી @ ગરબાડા 

 ગરબાડા  તાલુકાના વિવિધ ગ્રુપો દ્વારા આ વખતે અંબાજી પગપાળા જવાના બદલે સ્થાનિક કક્ષાએ જ માતાજીના મંદિરોમાં ધજા ચડાવી
રામદેવપીર અને તેજાજી મહારાજ ની શોભાયાત્રા ના કાર્યક્રમો પણ મોકૂફ રખાયા હતા.

ગરબાડા પંથકમાં ભાદરવા સુદ એકમથી દસમ સુધી રામદેવપીરના નવરાત્રી તેમજ સત્યવાદી તેજાજી મહારાજની નવરાત્રી તેમજ માતાજીના ગુપ્ત નવરાત્રિ ચાલી રહ્યા હતા.પરંતુ કોરોના મહામારી ને લઈને હાલમાં આ તમામ ઉત્સવોની સાદાઈથી ઉજવણી કરવામાં આવી હતી અને શોભાયાત્રા કાઢવાનું પણ જણાવવામાં આવ્યું હતું તો બીજી તરફ પંથકમાંથી અનેક લોકો મંડળો પગપાળા અંબાજી મંદિરે માતાને ધજા ચડાવવા માટે જતા હોય છે.પરંતુ એ તમામ લોકોએ પણ આ વખતે ધજા ચડાવવાનું મોકૂફ રાખ્યું હતું. જ્યારે ગરબાડાના જય અંબે ગ્રુપના યુવાનો કે જેઓ પાછલા ત્રણ વર્ષથી અંબાજી જાય છે.તેઓએ પણ સ્થાનિક કક્ષાએ જ માતાજીના નવરાત્રિના ઉપવાસ કરી અને બજારની મધ્યમાં આવેલ ચામુંડા માતાના મંદિરે તથા તળાવ કિનારે આવેલ ચામુંડા માતાના મંદિરે ધજા ચડાવી હતી તો બીજી તરફ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા પગપાળા અંબાજી જનારા વિવિધ અને મંડળોને માતાજીની સેવા કરવા માટે ધજા મોકલવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Share This Article