Monday, 22/12/2025
Dark Mode

*મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ દાહોદ* *દાહોદની કુલ ૬ વિધાનસભા વિસ્તારની ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ* કરાઈ

December 22, 2025
        28
*મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ દાહોદ*  *દાહોદની કુલ ૬ વિધાનસભા વિસ્તારની ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ* કરાઈ

રાજેશ વસાવે :- દાહોદ 

*મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ દાહોદ*

*દાહોદની કુલ ૬ વિધાનસભા વિસ્તારની ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ* કરાઈ

*ફાઈનલ ડ્રાફ્ટ રોલમાં ૧૫,૧૨,૭૬૭ મતદારોનો સમાવેશ: માન્ય રાજકીય પક્ષ અને BLOશ્રીને ડ્રાફ્ટ રોલની કોપી સુપ્રત કરાઈ*

*No Mapping મતદારો માટે રૂબરૂ સુનાવણીની વ્યવસ્થા*

*ડ્રાફ્ટ રોલ અંગે હક્ક દાવા અને વાંધા અરજીઓ તારીખ ૧૯ ડિસેમ્બર ૨૦૨૫ થી ૧૮ જાન્યુઆરી ૨૦૨૬ સુધી રજૂ કરી શકાશે*

દાહોદ તા. ૨૨

*મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ દાહોદ* *દાહોદની કુલ ૬ વિધાનસભા વિસ્તારની ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ* કરાઈ

ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાત રાજ્યમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. રાજ્યભરમાં તારીખ ૨૭ ઑક્ટોબર, ૨૦૨૫થી શરૂ કરવામાં આવેલી આ ઝુંબેશ અંતર્ગત ગણતરીના તબક્કાની કામગીરી ખૂબ જ અસરકારક રીતે પૂર્ણ કરવામાં આવી છે. દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી તથા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ જિલ્લામાં સમાવિષ્ટ કુલ ૬ વિધાનસભા વિસ્તારોમાં મતદાર યાદીની ૧૦૦ ટકા ડિજિટાઇઝેશન પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરાઈ છે.

દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી યોગેશ નિરગુડેએ ડ્રાફ્ટ રોલ એટલે કે મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધિ બાબતે જણાવ્યું કે, દાહોદ જિલ્લાના કુલ મતદારોની સંખ્યા ૧૬,૯૩,૦૦૨ હતી. આ મતદારો પૈકી કુલ પરત મળેલ ગણતરી ફોર્મ EF ની સંખ્યા ૧૫,૧૨,૭૬૭ છે. ASDના કારણે કમી થયેલા મતદારોની સંખ્યા ૧,૮૦,૨૩૫ છે. ફાઈનલ ડ્રાફ્ટ રોલમાં ૧૫,૧૨,૭૬૭ જેટલા મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. માન્ય રાજકીય પક્ષને આ ફાઈનલ ડ્રાફ્ટ રોલની સોફ્ટ અને હાર્ડ કોપી સુપ્રત કરવામાં આવી છે. દરેક બુથના BLOશ્રીને પણ ફોટોવાળી મતદાર યાદી આપવામાં આવી છે. 

તેમણે જણાવ્યું કે, આ પ્રસિદ્ધ થયેલ ડ્રાફ્ટ રોલ અંગે હક્ક દાવા અને વાંધા અરજીઓ તારીખ ૧૯ ડિસેમ્બર ૨૦૨૫ થી ૧૮ જાન્યુઆરી ૨૦૨૬ સુધીના સમયગાળા દરમિયાન સબંધિત EROશ્રીને રજૂ કરી શકાશે, અને સુનાવણીના સમયગાળા દરમિયાન હક્ક દાવા અને વાંધા અરજીઓ હોય તેવા મતદારો અને No Mapping એટલે કે ૨૦૦૨ની યાદી મુજબ જેનું મેપિંગ થઈ શક્યું નથી તેવા કુલ ૨૫,૯૬૨ મતદારોને ૧૯ ડિસેમ્બર ૨૦૨૫ થી ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૬ સુધીના સમયગાળા દરમિયાન સંબંધીત વિધાનસભાના મતદાર નોંધણી અધિકારી અથવા મદદનીશ મતદાર નોંધણી અધિકારી સમક્ષ રૂબરૂ સાંભળીને મતદાર દ્વારા રજુ કરેલ આધાર પુરાવા મુજબ આગળનો નિર્ણય કરવામાં આવશે. 

બોક્સ

દાહોદ જિલ્લાની ૬ વિધાનસભા વિસ્તારમાં કુલ મતદારોની સંખ્યા:- ૧૬,૯૩,૦૦૨  

– ડ્રાફ્ટ રોલમાં સમાવેશ મતદારોની સંખ્યા:- ૧૫,૧૨,૭૬૭  

– ASD મતદારોની સંખ્યા :- ૧,૮૦,૨૩૫ 

-મૃત્યુ થયેલા મતદારો ૫૮,૫૪૦ 

-કાયમી સ્થળાંતર થયેલા મતદારો-૮૨,૧૬૬  

-ગેરહાજર મતદારો,૨૦,૪૦૯ 

-ડુપ્લીકેટ મતદારો,૧૮,૨૪૨ ને અન્ય મતદારો ૮૭૮ છે. 

“પાત્રતા ધરાવતો મતદાર રહી ન જાય, પાત્રતા ન ધરાવતા મતદાર સામેલ ન થાય”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!