Monday, 22/12/2025
Dark Mode

ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપાઈ નકલી ચાંદીના કડલા-ભોરીયા આપી રૂ. 39 હજારની છેતરપિંડી, 3 આરોપી ઝડપાયા

December 22, 2025
        875
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપાઈ  નકલી ચાંદીના કડલા-ભોરીયા આપી રૂ. 39 હજારની છેતરપિંડી, 3 આરોપી ઝડપાયા

દક્ષેશ ચૌહાણ :- ઝાલોદ

ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપાઈ

નકલી ચાંદીના કડલા-ભોરીયા આપી રૂ. 39 હજારની છેતરપિંડી, 3 આરોપી ઝડપાયા

દાહોદ તા. ૨૨ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપાઈ નકલી ચાંદીના કડલા-ભોરીયા આપી રૂ. 39 હજારની છેતરપિંડી, 3 આરોપી ઝડપાયા

ઝાલોદ પોલીસને નકલી ચાંદીના દાગીના આપી લોકો સાથે છેતરપિંડી કરનાર ઇસમો સામે મોટી સફળતા મળી છે. દાહોદ જિલ્લાના ઝાલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી બે અલગ અલગ છેતરપિંડીના ગુનાઓમાં પોલીસે કુલ ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે.

પોલીસ મહાનિરીક્ષકશ્રી આર.વી. અસારી (પંચમહાલ-ગોધરા રેન્જ) તથા દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીના માર્ગદર્શન હેઠળ, તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી ડી.આર. પટેલની દેખરેખમાં ઝાલોદ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રથમ ઘટના

તા. 24/11/2025ના રોજ ઝાલોદ ખાતે કરિયાણાની દુકાન પર આરોપીઓએ પૈસાની તંગી હોવાનું જણાવી ફરીયાદી પાસેથી રૂ. 39,000 લઇ નકલી ચાંદીના કડલા આપ્યા હતા. આ અંગે ઝાલોદ પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. 11821030251797/2025 મુજબ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 318(2), 318(4) તથા 3(5) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

CCTV ફૂટેજના આધારે તપાસ કરતા આરોપીઓની ઓળખ થઇ અને ઝડપી કાર્યવાહી કરીને ઝાલોદ પોલીસે સફેદ ધાતુના નકલી ભોરીયા તથા બે મોબાઇલ ફોન જપ્ત કર્યા.

બીજી ઘટના 

તા. 22/12/2025ના રોજ એક મહિલાને તેના પૌત્રના ઓપરેશનના બહાને રૂપિયા લઇ નકલી ચાંદીના દાગીના આપી છેતરપિંડી કરવામાં આવી હતી. આ કેસમાં પણ ઝાલોદ પોલીસે ગણતરીના કલાકોમાં બસ સ્ટેશન વિસ્તારમાંથી આરોપીઓને ઝડપી પાડ્યા. તેમની પાસેથી નકલી ચાંદીના ભોરીયા કુલ નંગ-13 તથા સાકળી નંગ-02 કબજે કરવામાં આવી.

પકડાયેલા આરોપીઓ

1.શાતુભાઈ મતલાભાઈ ગરાસિયા – રહે. ધાવડિયા, તા. ઝાલોદ

2.રાજેશભાઈ કચરાભાઈ – રહે. મોયાવાસા, તા. ગડી

3.વિશાલ સોહનભાઈ – રહે. બડોદિયા, તા. બાગીડોરા

આરોપીઓ દાહોદ, ઝાલોદ તેમજ બાંસવાડા (રાજસ્થાન) વિસ્તારમાં ફરીને નકલી ચાંદીના દાગીના આપી લોકો સાથે છેતરપિંડી કરતા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

ઝાલોદ પોલીસે વણ શોધાયેલા ગુનાઓને પણ ઝડપી શોધી કાઢી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી સામે ઝાલોદ પોલીસે કાર્યવાહી કરી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!