રાજેશ વસાવે:દાહોદ
દાહોદમાં NDPS અંતર્ગત મોટી કાર્યવાહી, ગાંજો અને પ્રવાહી અફીણ સાથે ત્રણ આરોપી ઝડપાયા
પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ, ત્રણ અલગ અલગ સ્થળેથી ₹2.30 લાખથી વધુનો માદક પદાર્થનો જથ્થો જપ્ત
દાહોદ તા.18
દાહોદ પોલીસે NDPS અંતર્ગત એક સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત કોમ્બિંગ દરમિયાન ત્રણ અલગ અલગ સ્થળેથી ગાંજો તેમજ પ્રવાહી સ્વરૂપે અફીણનો જથ્થો ઝડપી લીધા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ ડ્રાઇવ દરમિયાન પોલીસે બે રહેણાંક મકાનમાંથી તેમજ વાહન ચેકિંગ દરમિયાન ઉપરોક્ત મુદ્દામાલ કબ્જે લીધો છે.
31મી ડિસેમ્બર નજીક છે ત્યારે સરહદી વિસ્તારમાંથી વિદેશી દારૂ તેમજ માદક પદાર્થોની હેરફેર રોકવા માટે પોલીસે બોર્ડર ઉપર સઘન તપાસ શરૂ કરી છે.
દાહોદ શહેરમાં પણ ગઈકાલે 31મી ડિસેમ્બરને અનુલક્ષીને પોલીસે ખાસ કરીને એનડીપીએસ અંતર્ગત કોમ્બિંગ હાથ ધર્યું હતું જેમાં 2.30 લાખ ઉપરાંતનો માદક પદાર્થનો જથ્થો જપ્ત કર્યો હતો. જેમાં દાહોદ એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે પોલીસે દાહોદ શહેરના સ્ટેશન રોડ, દર્પણ ટોકીઝ રોડ ખાતે આવેલ મારવાડી ચાલમાં રહેતાં ચેતનકુમાર મહેશકુમાર વર્માના રહેણાંક મકાનમાં ઓચિંતો છાપો મારી મકાનમાંથી ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાના ઘટકો (મેરીજુઆના,હેરિશ)નું કુલ વજન ૧.૧૪૧ કિલો ગ્રામ જેની કિંમત રૂપીયા ૫૭,૦૫૦ના જથ્થા સાથે વિગેરે મુદ્દામાલ મળી પોલીસે કુલ રૂપીયાપ૭,૫૫૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
દાહોદના નસીરપુર ગામેથી પસાર થતાં ગોધરા ઈન્દૌર હાઈવે પર નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક ફોર વ્હીલર ગાડી પસાર થતાં ફોર વ્હીલર ગાડીમાં સવાર ગાડીના ચાલક અનવર હુસેન ઉર્ફે ઝંડુ અલ્લાનુર લખારા (રહે. મોટા ઘાંચીવાડા, માળીના ટેકરા પાસે તા.જિ.દાહોદ) નાની પુછપરછ કરતાં પોલીસને સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી પોલીસે ફોર વ્હીલર ગાડીના તલાસી લેતાં તેમાંથી પોલીસે વગરપાસ પરમીટનો સુકા લીલા કલરના પાન બીજવાળો વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનું વજન ૨.૬૧૦ કિલો ગ્રામ જેની કિંમત રૂપીયા ૧,૩૦,૫૦૦ની સાથે ફોર વ્હીલર ગાડીની કિંમત મળી પોલીસે કુલ રૂપીયા ૨,૩૩,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો છે.
દાહોદ શહેરના યસ માર્કેટમાં અબ્બાસ (ગુલજીમ) કોમ્પલેક્ષ ભોઈવાડા જુના વણકરવાસમાં રહેતાં મોહમ્મદઈકરામ ઉર્ફે નાઝીમ ઉસ્માન અરબના રહેણાંક મકાનમાં ઓચિંતો છાપો મારી મકાનમાંથી ગેરકાયદેસર પ્રવાહી અફીણ માદક પદાર્થ કુલ ૭૧.૯૭ ગ્રામ જેની કુલ કિંમત રૂપીયા ૩૫,૯૮૫ તેમજ વિગેરે મુદ્દામાલ મળી પોલીસે કુલ રૂપીયા ૪૫,૯૮૫ સાથે ઉપરોક્ત ઈસમને પોલીસે ઝડપી પાડી પાડ્યો હતો. નોંધનીય બાબત છે કે દાહોદ જિલ્લામાં અત્યાર સુધી ફોરવીલર ગાડીમાં અફીણના પોષ ડોડાના બનાવો તો ઘણા બધા સામે આવ્યા હતા. પરંતુ પ્રવાહી સ્વરૂપે અફીણનો જથ્થો પોલીસે ઝડપી લીધો હોય તેવો પ્રથમ બનાવ બન્યો છે