રાજેશ વસાવે: દાહોદ
દાહોદ જિલ્લામાં મ્યૂલ હંટ સાયબર ફ્રોડના વધુ 3 કેસ, ₹14.55 લાખની ઠગાઈ : ત્રણ યુવકો જેલ પાછળ
સાયબર ફ્રોડના નાણાં બેન્ક ખાતામાં જમા કરી સગેવગે કરવાના બનાવોમાં A અને B ડિવિઝન પોલીસ મથકે વધુ ફરિયાદો નોંધાઈ
દાહોદ તા. ૧૭
દાહોદ જિલ્લામાં એક બાદ એક સાયબર ફ્રોડના બનાવો સામે આવ્યાં છે જેમાં આવાજ એક બનાવમાં નવો વળાંક સામે આવ્યો છે અને આ નવા વળાંકમાં નવી પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે જેમાં દેવગઢ બારીઆમાં એક ૨૫ વર્ષિય સફાઈ કામદારના બેન્ક ખાતામાં દેવગઢ બારીઆ નગરમાં રહેતાં બે યુવકો અને વડોદરા ખાતે રહેતાં એક યુવકે સફાઈ કામદારના બેન્ક ખાતાનો ઉપયોગ કરી અજાણ્યા બેન્ક એકાઉન્ટમાંથી રૂપીયા નંખાવી સફાઈ કામદારનું બેન્ક એકાઉન્ટ ફિઝ કરાવી સફાઈ કામદારના બેન્ક એકાઉન્ટનો દુરઉપયોગ કરી વિશ્વાસઘાત, છેતરપીંડી કરતાં આ સંબંધે પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.
દેવગઢ બારીઆના ઉચવણ ગામે નેશ ફળિયામાં રહેતાં ૨૫ વર્ષિય સફાઈ કામદાર રોશનકુમાર અશ્વિનભાઈ લીમ્બોચીયાનો સંપર્ક દેવગઢ બારીઆ નગરમાં ચોગનીયા ફળિયામાં રહેતાં કરણભાઈ બુધાભાઈ નાગોરા સાથે થયો હતો. ત્યારે આ મુલાકાત બાદ ગત તા.૨૬.૧૨.૨૦૨૪ના રોજ કરણભાઈ નાગોરાએ રોશનકુમાર લીમ્બોચિયા પાસેથી સહી કરાવેલ કોરા બેન્ક ખાતાના ચેક મેળવી લીધાં હતાં અને દેવગઢ બારીઆ નગરમાં ગોકુલ સોસાયટીમાં રહેતાં મૌલીક જયેન્દ્રકુમાર સોની પૈસા નાખશે, તેમ કહી મૌલિકે તેના મિત્ર વડોદરા ખાતે રહેતાં દિપ પ્રવિણભાઈ સોનીએ રૂપીયા ૨,૦૦,૦૦૦ રોશનકુમાર લીમ્બોચિયાના બેન્ક ખાતામાં જમા કરાવેલ તેવુ કહી અન્ય અજાણ્યા એકાઉન્ટમાંથી રોશનકુમાર લીમ્બોચીયાના બેન્ક ખાતામાં રૂપીયા જમાવ કરાવેલ હતાં. ત્યાર બાદ મોલિકભાઈએ તેની પત્નિ આરતીબેનના નામે ચેક લખી રોશનકુમાર લીમ્બોચીયાના બેન્ક ખાતામાંથી રૂપીયા ૨,૦૦,૦૦૦ ઉપાડી લીધાં હતાં. આમ, રોશનકુમાર લીમ્બોચીયાના બેન્ક ખાતાનો ચેક ખોટી રીતે મેળવી તેમના બેન્ક ખાતામાં અજાણ્યા એકાઉન્ટમાંથી પૈસા નખાવી રોશનકુમાર લીમ્બોચિયાનું બેન્ક એકાઉન્ટ ફિઝ કરાવી તેમના બેન્ક એકાઉન્ટનો દુરૂપયોગ કરી રોશનકુમાર લિમ્બોચિયા સાથે ઉપરોક્ત ત્રણેય ઈસમોએ વિશ્વાસઘાત કરતાં આ સંબંધે સફાઈ કામદાર રોશનકુમાર અશ્વિનભાઈ લીમ્બોચીયાએ દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.