Wednesday, 17/12/2025
Dark Mode

સંતરામપુરમાં અલ્મા ઇન્ટરનેશનલ સ્કૂલ, વિદ્યાર્થી પ્રેરિત પરિષદ (SLC)–૨૦૨૫નું ભવ્ય આયોજન યોજાયું

December 13, 2025
        6945
સંતરામપુરમાં અલ્મા ઇન્ટરનેશનલ સ્કૂલ, વિદ્યાર્થી પ્રેરિત પરિષદ (SLC)–૨૦૨૫નું ભવ્ય આયોજન યોજાયું

ઈલ્યાસ શેખ: સંતરામપુર

સંતરામપુરમાં અલ્મા ઇન્ટરનેશનલ સ્કૂલ, વિદ્યાર્થી પ્રેરિત પરિષદ (SLC)–૨૦૨૫નું ભવ્ય આયોજન યોજાયું.

સંતરામપુર સ્થિત અલ્મા ઇન્ટરનેશનલ સ્કૂલમાં આજે વિદ્યાર્થી પ્રેરિત પરિષદ (સ્ટુડન્ટ લેડ કોન્ફરન્સ – SLC) ૨૦૨૫નું સફળ અને ઉત્સાહભર્યું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિષદમાં શાળાના વિદ્યાર્થીઓએ પોતાનાં જ્ઞાન, સર્જનાત્મકતા અને નવીન વિચારશક્તિનું ઉત્તમ પ્રદર્શન કર્યું હતું.

સંતરામપુરમાં અલ્મા ઇન્ટરનેશનલ સ્કૂલ, વિદ્યાર્થી પ્રેરિત પરિષદ (SLC)–૨૦૨૫નું ભવ્ય આયોજન યોજાયું

આ પરિષદ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા કુલ ૬૫થી વધુ પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં ૪૦૦થી વધુ વિદ્યાર્થીઓએ સક્રિય રીતે ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ આત્મવિશ્વાસપૂર્વક પોતાના પ્રોજેક્ટ વિશે સમજાવ્યું અને માતા-પિતા તથા મહેમાનોને પોતાની શૈક્ષણિક યાત્રાની માહિતી આપી.

સંતરામપુરમાં અલ્મા ઇન્ટરનેશનલ સ્કૂલ, વિદ્યાર્થી પ્રેરિત પરિષદ (SLC)–૨૦૨૫નું ભવ્ય આયોજન યોજાયું

વિજ્ઞાન વિભાગના અનેક પ્રોજેક્ટ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. તેમાં સ્વચાલિત સ્ટ્રીટ લાઇટ, બ્લૂટૂથ દ્વારા સંચાલિત કાર તેમજ પાણી શુદ્ધિકરણ જેવા પ્રોજેક્ટોએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ પ્રોજેક્ટો દ્વારા વિદ્યાર્થીઓએ આધુનિક ટેકનોલોજી અને પર્યાવરણ જાગૃતિ અંગે મહત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો.

સંતરામપુરમાં અલ્મા ઇન્ટરનેશનલ સ્કૂલ, વિદ્યાર્થી પ્રેરિત પરિષદ (SLC)–૨૦૨૫નું ભવ્ય આયોજન યોજાયું

આ સાથે મહાભારત આધારિત એક વિશેષ પ્રોજેક્ટ પણ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં વિદ્યાર્થીઓએ ભગવદ ગીતા દ્વારા આપવામાં આવેલા જીવન મૂલ્યો, કર્તવ્ય અને નૈતિકતાનો સંદેશ સરળ અને પ્રભાવશાળી રીતે રજૂ કર્યો હતો.

વિદ્યાર્થી પ્રેરિત પરિષદના માધ્યમથી વિદ્યાર્થીઓમાં નેતૃત્વ, આત્મવિશ્વાસ, સંવાદ કુશળતા અને વિચારશક્તિનો વિકાસ થતો હોવાનું શાળાના શિક્ષકો અને સંચાલકોએ જણાવ્યું હતું. આ કાર્યક્રમને વાલીઓ અને ઉપસ્થિત મહેમાનો તરફથી પ્રશંસા અને સારો પ્રતિસાદ મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!