રાજેશ વસાવે: દાહોદ
દાહોદમાં વી.એમ.પારગી IPS ( retd) સ્મૃતિમાં બિરસા મુંડા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા “જ્ઞાન દિવસ ની ઉજવણી” કરાશે.!
દાહોદ તા.13
દાહોદમાં શ્રી આઈ રમીલા આર્ટસ કોલેજ દાહોદ ખાતે જનરલ નોલેજ પરીક્ષાનું આયોજન. કરવામાં આવ્યું છે જેમાં સ્વ. શ્રી વી એમ પારગી IPS ની સ્મૃતિમાં જનરલ નોલેજ ની પરીક્ષાનું આયોજન કરીને તેઓના જન્મદિવસને યાદગાર બનાવવામાં આવશે. આ દિવસને આદિવાસી સમાજ” જ્ઞાન દિવસ ” તરીકે ઉજવશે. પ્રથમ વાર આ પરીક્ષામાં આદિવાસી સમાજના બાળકો બહોળા પ્રમાણમાં ભાગ લઈ પોતાની ઉજ્જવળ કારકિર્દી તેમજ પોતાના સ્વપ્નોને સાકાર કરવા તરફ આગળ વધશે. જેને પ્રોત્સાહન આપવા માટે બિરસા મુંડા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટે દર વર્ષે તેમના જન્મદિવસને “જ્ઞાન દિવસ ” તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. તેના ભાગરૂપે આ વર્ષે પ્રથમવાર આ પરીક્ષા નું આયોજન શ્રી આઈ રમીલા આર્ટસ કોલેજ , દાહોદ ખાતે લેવાશે.. આ પરીક્ષામાં લગભગ 600 થી વધુ વિદ્યાર્થીઓએ ઉમેદવારી નોંધાવી છે. 14 ડિસેમ્બર 2025 ના રોજ સવારે 11 : 00 થી 1 : 00 કલાક દરમિયાન પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે. આ પરીક્ષામાં ઉમેદવારી નોંધાવેલ દરેક વિદ્યાર્થીઓએ પરીક્ષા સ્થળે સવારે 10:00 કલાકે હાજર થવાનું રહેશે. 10:30 પછી પ્રવેશ આપવામાં આવશે નહીં. દરેક પરીક્ષાઓની જેમ આ પરીક્ષા OMR પદ્ધતિથી લેવામાં આવશે.
પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓના માટે પ્રોત્સાહન ઇનામ જાહેર કરેલ છે. જેમાં પ્રથમ આવનાર ઉમેદવાર માટે ₹15000/- , દ્વિતીય નંબર મેળવનાર ઉમેદવાર માટે ₹ 13000/- અને તૃતીય નંબર આવનાર ઉમેદવાર માટે ₹11000/- , 4 થી 8 ને ₹ 2000 /- અને 9 થી 28 ને₹ 1000/-પ્રોત્સાહન ઈનામ નિશ્ચિત કરવામાં આવેલ છે. આ પરીક્ષામાં 28 વર્ષ સુધીની ઉંમરના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે.
ઉમેદવારી માટે ભરાયેલ ફોર્મ ને જોઈને ઉમેદવારો આ પરીક્ષા માટે ખૂબ જ ઉત્સાહિત છે. એમ લાગે છે. પરીક્ષાનો હેતુ એ રહેશે કે આદિવાસી વિદ્યાર્થીઓ આવી સ્પર્ધાત્મક પરીક્ષાઓથી વાકેફ થાય અને તેઓ આવી પરીક્ષાઓ માટે તૈયાર થાય એ માટેના પ્રયત્નો કરવામાં આવ્યા છે. આ પરીક્ષામાં સંચાલકો સ્વૈચ્છિક રીતે જોડાયા છે સમાજના યુવાનોને નવી રાહ મળે તે માટે મદદરૂપ થવા માટે આગળ આવ્યા છે. આવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ યુવાનોને ભવિષ્યમાં ખૂબ લાભ કરાશે તેવી આશા જાગી છે