રાજેશ વસાવે :- દાહોદ
*રાજ્ય કક્ષાના મંત્રીશ્રી પ્રવિણભાઈ માળી એ લીધી નાયબ વન સંરકક્ષકશ્રીની કચેરી, દાહોદની લીધી મુલાકાત*
દાહોદ તા. ૨૦
રાજ્ય કક્ષાના મંત્રીશ્રી પ્રવિણભાઈ માળીનો વન અને પર્યાવરણ ક્લાઇમેન્ટ ચેન્જ અને વાહનવ્યવહારનો દાહોદ ખાતે પ્રવાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મંત્રીશ્રીએ નાયબ વન સંરક્ષકશ્રીની કચેરી, દાહોદની મુલાકાત લીધી હતી.

આ મુલાકાત દરમ્યાન મંત્રીશ્રી દ્વારા ત્રણેય વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી, મદદનીશ વન સંરક્ષક શ્રી સહિત પરિક્ષેત્ર વન અધિકારીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.

આ ઉપરાંત દાહોદ જિલ્લાના રતનમહાલમાં જોવા મળેલ વાઘની હાજરી બાબતે લાગુ પડતા સ્થાનિક અધિકારીઓ તેમજ ફિલ્ડ સ્ટાફ સાથે હકીકત લક્ષી પરિસ્થિતિ નો તાગ મેળવ્યો હતો. એ સાથે એ માટે કરવામાં આવનાર આયોજન અંગે વિગતે ચર્ચા કરવામાં આવી હતી.

આ દરમ્યાન નાયબ વન સંરક્ષક શ્રી દેવગઢ બારીયા મિતેશભાઈ પટેલ, નાયબ વન સંરક્ષકશ્રી દાહોદ બ્રિજેશભાઈ ચૌધરી, વન્યજીવ વિભાગના અધિકારીશ્રી, વડોદરા સહિત આર. એફ. ઓ. શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમયે મંત્રીશ્રી પ્રવિણભાઈ માળી ના વરદ હસ્તે નાયબ વન સંરક્ષક શ્રી ની કચેરીના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
000