રાજેશ વસાવે :- દાહોદ
*દાહોદ જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને યોજાયો જિલ્લા સ્વાગત કાર્યક્રમ*
*વહેલી તકે તમામ અરજીઓનો નિકાલ કરવા કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીઓને આપી સુચના*
દાહોદ તા. ૨૦ 
દાહોદ જિલ્લાના લોકોના પ્રશ્નો, ફરિયાદો કે રજૂઆતો સ્થાનિક કક્ષાએ જ અસરકારક અને ન્યાયપૂર્ણ રીતે હલ થઈ શકે તે હેતુથી જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવે છે. જે અંતર્ગત નવેમ્બર માસનો જિલ્લા સ્વાગત કાર્યક્રમ જિલ્લા કલેક્ટર કચેરીએ કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેના અધ્ય્ક્ષ સ્થાને યોજાયો હતો.

નવેમ્બર માસના જિલ્લા સ્વાગત કાર્યક્રમ નિવૃત સહાય મેળવવા બાબત, ફળીયાઓમાં આવવા જવા માટેના રસ્તાઓ બંધ કરવા બાબત સહિતના અરજદારોના પ્રશ્નો કલેકટરશ્રીએ ધ્યાનથી સાંભળી ઉપસ્થિત સંબંધિત અધિકારીઓને પ્રશ્નોને સંવેદના સાથે પ્રાથમિકતા આપી સમયમર્યાદામાં નિરાકરણ લાવવા માર્ગદર્શન આપી ઝડપી નિરાકરણ લાવવા માટે સુચન કર્યા હતા.

આ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્મિત લોઢા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રવિરાજસિંહ જાડેજા, પ્રાંત અધિકારીશ્રી ઝાલોદ એ કે ભાટીયા, મામલતદારશ્રી દાહોદ, તાલુકા વિકાસ અધિકારીશ્રી સંજેલી અને દાહોદ સહિત અન્ય સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
000