Tuesday, 25/11/2025
Dark Mode

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં  *ફતેપુરા તાલુકામાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી: રાજ્યકક્ષાના મંત્રી કૌશિક વેકરીયા ઉપસ્થિતિ રહ્યા*

November 15, 2025
        4404
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં   *ફતેપુરા તાલુકામાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી: રાજ્યકક્ષાના મંત્રી કૌશિક વેકરીયા ઉપસ્થિતિ રહ્યા*

બાબુ સોલંકી:- સુખસર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં 

*ફતેપુરા તાલુકામાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી: રાજ્યકક્ષાના મંત્રી કૌશિક વેકરીયા ઉપસ્થિતિ રહ્યા*

 *ફતેપુરા આઈ.કે.દેસાઈ સ્કૂલ ખાતે ભગવાન બિરસા મુંડાની 150 મી જન્મ જયંતિ ઉજવાઇ*

સુખસર,તા.15 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં  *ફતેપુરા તાલુકામાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી: રાજ્યકક્ષાના મંત્રી કૌશિક વેકરીયા ઉપસ્થિતિ રહ્યા*

 ફતેપુરા નગરમાં આવેલ આઈ.કે. દેસાઈ હાઈસ્કૂલના મેદાન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ તેમજ રાજ્ય કક્ષાના મંત્રી કૌશિક વેકરીયાના અધ્યક્ષ સ્થાને ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતી ને જન જાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે.ત્યારે આ ઉજવણીના ભાગરૂપે આઈ.કે.દેસાઈ સ્કૂલના મેદાનમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.આઈ.કે. દેસાઈ સ્કૂલ ખાતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે પૂર્વ કેન્દ્રીય મંત્રી દાહોદ જિલ્લા સાંસદ જશવંતસિંહ ભાભોર દ્વારા આદિવાસી સાંસ્કૃતિ પરંપરા પ્રમાણે ભગવાન બિરસા મુંડા પ્રતીકૃતિની પુજા અર્ચના કરવામાં આવી હતી. ભગવાન બિરસા મુંડાજીની યાદમાં જનજાતિય ગૌરવ વર્ષ ઉત્સવ ઉજવવાની શરૂઆત કરનાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાજી ની 150મી જન્મજયંતિ આજે દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે.આદિવાસી સમાજનો ઈતિહાસ વર્ષોથી ખમીરવંતો અને ગૌરવશાળી રહ્યો છે.ભગવાન બિરસા મુંડાજીએ આઝાદી માટે નાનકડી વયે જ પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું.તેમના જીવન કથન વિશે આપણે ચોક્કસ જાણવુ જોઈએ.ધરતી આબા ભગવાન બિરસા મુંડાજીના જીવન માંથી આપણે સૌએ પ્રેરણા લઈ સમૃદ્ધ,સશક્ત અને શિક્ષિત સમાજના નિર્માણ માટે પ્રતિબદ્ધ થવા અનુરોધ તેમણે કર્યો હતો.દેશના વડાપ્રધાન આદિવાસીઓ સાથે ખડે પગે ઊભા છે.આદિવાસીઓ સાથે કદમથી કદમ મિલાવી રહ્યા છે.આદિવાસીઓની હંમેશા ચિંતા કરી છે.આદિવાસીઓ માટે વિવિધ સુખાકારી યોજનાઓ દ્વારા આદિવાસીઓનો સર્વાંગી વિકાસ કરવાનો આદિવાસીને સમૃદ્ધ બનાવવા નરેન્દ્ર મોદીએ સતત ચિંતા કરી છે.

રાજ્યકક્ષાના મંત્રી કૌશિક વેકરીયાએ ભગવાન બિરસા મુંડાને યાદ કરીને તેમના જીવન વિશે વિસ્તૃત માહિતી આપી હતી.આદિવાસીઓના બલિદાન અને તેમની વીરતાને યાદ કરી હતી. ગુજરાત સરકાર આદિવાસીઓના પડખે ઊભી છે.આદિવાસીના હિતમાં વિવિધ સુખાકારી કામ કરવાનો અવસર મળ્યો છે.તેમને ગુરુ ગોવિંદને પણ યાદ કર્યા હતા.મંત્રીશ્રીએ વધુમાં તમામ લોકોને સરકારી યોજનાઓની જાણકારી આપી લોકોને વિવિધ વિભાગના યોજનાકીય લાભો લેવાં અનુરોધ કર્યો હતો.આદિવાસી ગૌરવપૂર્ણ ઇતિહાસને યાદ કર્યો હતો. રાજ્ય સરકારની યોજનાઓ વિશે સૌને અવગત કર્યા હતા. 

તેમણે કહ્યું કે,આદિવાસી સમાજની ભાષા,સંસ્કૃતિને ઉજાગર કરવા, તેમજ સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓને લાભ લોકો સુધી પહોંચાડવા સરકાર પ્રતિબદ્ધ છે. 

 નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ શાબ્દિક સ્વાગત કરતા કહ્યું હતું કે 150મી જન્મ જયંતિના અવસરે સમગ્ર ભારતમાં જનજાતિય ગૌરવ વર્ષ ઉજવાઈ રહ્યું છે.આ ઉજવણીના આપણે બધા સહભાગી બન્યા છે.  

 દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ જોડાઈને રાષ્ટ્રીય કક્ષાના જનજાતિય ગૌરવ દિવસ ઉજવણી સમારોહનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું.જેને ગ્રામજનોએ રસપુર્વક નિહાળ્યું હતું.આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા લોકોએ નરેન્દ્ર મોદીના પ્રવચનને સાંભળી તાળીઓના ગડગડાટે વધાવી લીધા હતા. 

        વન વિભાગના કર્મચારીઓ દ્વારા પણ એક પેડ મા કે નામ અંતર્ગત આઈ. કે.દેસાઈ સ્કૂલના પાટંગણમા વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો.આ વૃક્ષારોપણ પણ કાર્યક્રમમાં કેન્દ્ર મંત્રી કૌશિક વેકરીયા, સાંસદ જશવંતસિંહ ભાભોર દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!