હિરેન પંચાલ @ ઝાલોદ
ઝાલોદ નગર પાલિકા પ્રમુખ ઉપ પ્રમુખની ચુંટણી જડબેસલાક પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાઈ,પ્રમુખ તરીકે બિનહરીફ સોનલબેન હરેશભાઈ ડિંડોર તથા ઉપ પ્રમુખ તરીકે નંદાબેન રાજુભાઈ વાઘેલાને ૨૮ માંથી ૧૫ મત મળ્યા, ઉપપ્રમુખનું નામ જાહેર થાય તે પહેલાં જ કોંગ્રેસ નું વોક આઉટ
ઝાલોદ તા.24
ઝાલોદ નગર પાલિકાના પ્રમુખ ઉપ પ્રમુખની ચુંટણી આજે સોમવારના રોજ પાલિકાના સભાખંડમાં રાખવામાં આવી હતી.જડબેસલાક પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાયેલ આ ચૂંટણીમાં પ્રમુખ તરીકે બિનહરીફ તથા કોંગ્રેસ સમર્થિત ૧૨ જેટલા સભ્યોના વોક આઉટ બાદ ઉપ પ્રમુખનું નામ જાહેર કરવામાં આવ્યું હતું.
ઝાલોદ નગર પાલિકા ની ચુંટણી ને લઈને ઝાલોદ માં ભારે ઉત્કંઠા ફેલાઈ હતી. જેને લઇને આજ સોમવાર ના રોજ યોજાયેલી આ ચૂંટણી જડબેસલાક પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાઈ હતી. કોંગ્રેસ માટે સત્તા જાળવી રાખવી એ જરૂરી હતું. તો ભાજપ માટે ફરીથી સત્તારૂઢ થવું એ માથાનો સવાલ હતો.
આજે સોમવારના રોજ યોજાયેલી આ ચૂંટણીમાં કુલ ૨૮ સભ્યો માંથી ૨૭ સભ્યો હાજર રહ્યા હતા. પ્રમુખપદ માટે માત્ર સોનલબેન હરેશભાઈ ડિંડોરનું નામ આવતાં તેઓને બિન હરીફ જાહેર કરવામાં આવ્યા હતા.