લીમખેડાના વલુંડીમાં ખેડૂતની જમીન બારોબાર પોતાના નામે કરનાર ઇસમો સામે આખરે ગુનો નોંધાયો..
દાહોદના ઈ સમયે ભણતા નામ નો લાભ લઈ બોગસ દસ્તાવેજો ઉભા કરી જમીન નામે કરી હતી
દાહોદ તા.૦૧
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના વલુંડી ગામે મહિલા સહિત પાંચ જેટલા ઈસમોએ ખોટા દસ્તાવેજો ઉભા કરી ફકત ભળતા નામનો લાભ લઇ મુળ હયાત કબજેદાર વ્યક્તીની માલિકીની જમીનમાં વારસાઈ નોંધ દાખલ કરતા આ સંબંધે લીમખેડા મામલતદાર એ પોલીસમાં ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળે છે.
ગત તારીખ ૨૩/૦૧/૨૦૨૫ થી તા. તા.૧૧/૧૦/૨૦૨૫ દરમ્યાન લીમખેડા ના વલુંડી ગામે ડામોર લક્ષ્મણભાઈ વાલચંદભાઈ, ડામોર ગોવિંદભાઈ વાલચંદભાઈ (બંન્ને રહે. ભિલવાડા, તળાવ ફળિયા, દાહોદ), ડામોર જમનાબેન વાલચંદભાઈ, ડામોર સુશીલાબેન વાલચંદભાઈ, (બંન્ને રહે. સિવિલ હોસ્પિટલ, વાસફોડિયા સોસાયટી, દાહોદ) અને ડામોર મંજુલાબેન વાલચંદભાઈ કટારા વાસફોડિયા સોસાયટી, કોટેજ હોસ્પિટલ, તા. જી.દાહોદ) નાઓએ એકબીજાના મેળાપીપણામાં ફકત ભળતા નામનો લાભ લઇ મુળ હયાત કબજેદાર બીજીયાભાઇ વીરસીગભાઈ ડામોર (રહે.વલુન્ડી, તા.લીમખેડા, જી.દાહોદ) ની માલિકીની જમીનમાં વારસાઈ નોંધ દાખલ કરવા ખોટા પુરાવા બનાવી સરકારી કચેરીમાં ખોટું રેકર્ડ તથા ખોટા સોગંધનામા રજુ કરી બીજીયાભાઇ વીરસીગભાઈ ડામોરની માલિકીની જમીનમાં પોતાના નામ દાખલ કરાવતા આ સંબંધે લીમખેડા મામલતદાર અનિલકુમાર શિવરામભાઈ વસાવાએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.