Saturday, 12/07/2025
Dark Mode

દાહોદ જિલ્લામાં કોરોનાના વધુ 28 દર્દીઓનો ઉમેરો થતાં કોરોનાનો કુલ આંક 955 પર પહોંચ્યો

દાહોદ જિલ્લામાં કોરોનાના વધુ 28 દર્દીઓનો ઉમેરો થતાં કોરોનાનો કુલ આંક 955 પર પહોંચ્યો

  નીલ ડોડીયાર,દાહોદ 

દાહોદ તા.19

દાહોદ જિલ્લામાં rtpcr તેમજ રેપિડ ટેસ્ટ મળી વધુ 28 કોરોના સંક્રમિત કેસો નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.જિલ્લામાં આજરોજ નોંધાયેલા કોરોનાના દર્દીઓ મળી કોરોનાના કુલ 955 કેસો નોંધાવા પામ્યા છે.જ્યારે વધુ 16 દર્દીઓ કોરોના મુક્તથતાં હાલ 213 હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.

દાહોદ જિલ્લાના તાલુકા મથક સહીત ગ્રામીણ વિસ્તારોમાં દિન પ્રતિદિન કોરોનાના કેસોમાં વધારો જોવા મળતા આરોગ્ય વિભાગ સહિત વહીવટી તંત્રમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.જોકે કોરોના સંક્રમણને નાથવા આરોગ્ય વિભાગ દ્વારા કન્ટેન્મેન્ટ ઝોનમાં વધુને વધુ ટેસ્ટિંગ પર ભાર મૂક્યો છે.તેમજ કોરોનાની ચેન તોડવા સતત કામગીરી કરી રહી છે. વધુમાં મળતી માહિતી અનુસાર આરોગ્ય વિભાગે rtpcr તેમજ રેપિડ ટેસ્ટ મળી 1245 લોકોના સેમ્પલ કલેકટ કરી ચકાસણી હાથ ધરાતા તે પૈકી 1217 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.જ્યારે (1)પૂનમ ચેનીયાભાઈ નિનામા (રહે. લક્ષ્મીપાર્ક),ઉ.વર્ષ. 38, (2)જાદવ વાલચંદદાસ પંચાલ,(રહે.લીમડી બજાર,લીમડી)ઉ.વર્ષ.85,(3)ચૌહાણ કાશીબેન વીરસીંગભાઈ (રહે.ભે ફળીયા,દાભડા,લીમડી)ઉ.વર્ષ.21,(4)છાજૅડ સિદ્ધાર્થભાઇ બાબુભાઇ,ઉ.વર્ષ.62,(5)છાજૅડ શુશીલાબેન સિદ્ધાર્થભાઇ,ઉ.વર્ષ.60,(6)છાજૅડ મેહુલભાઈ સિદ્ધાર્થભાઇ,ઉ.વર્ષ.32,(7))છાજૅડ કાજલબેન મેહુલભાઈ,તમામ રહે.કાંતિ કંચન સોસાયટી,લીમડી)ઉ.વર્ષ.23, (8)આમલીયાર વૈશાલીબેન નગજીભાઈ,(રહે.મંદિર ફળિયું, સાપોઇ,ઝાલોદ)ઉ.વર્ષ.23, (9) પ્રજાપતિ રહેશભાઈ રમણભાઈ,(ઝાલોદ રોડ, સંજેલી)ઉ.વર્ષ.40,(10)પ્રજાપતિ ભારતભાઈ રમેશભાઈ,( કુંભાર વાસ ફળિયું,સંજેલી)ઉ.વર્ષ.26, (11)રાઠોડ મહેશભાઈ બળદેવભાઈ(રહે.નગરપાલિકાની પાછળ,ઝાલોદ)ઉ.વર્ષ.51,જ્યારે રેપિડ ટેસ્ટમાં (1) સાવન રસિકલાલ સોની(રહે.મેન બજાર ગરબાડા,)ઉ.વર્ષ.39,(2)રસિકલાલ શંકરલાલ સોની(રહે.મેન બજાર ગરબાડા,)ઉ.વર્ષ.74,(3)રામુભાઈ હરસીંગભાઇ ડામોર(રહે.ઝાલોદ)ઉ.વર્ષ 54,(4)મકરાણી રફીકભાઈ નજર મોહમ્મદ(રહે.કાગડી ફળીયા,ભે દરવાજા,દે.બારીયા)ઉ.વર્ષ.45,(5)રાજપૂત હીતપાલ મહેન્દ્રભાઈ,(રહે.દવાખાના ફળિયું, વાંસીયા,સંજેલી)ઉ.વર્ષ.25,(6) રાજપૂત ભારતીબેન મહેન્દ્રભાઈ,(રહે.દવાખાના ફળિયું, વાંસીયા,સંજેલી)ઉ.વર્ષ.50, (7)પલાસ તુષારભાઈ અમૃતભાઈ (રહે.સોલંકી ફળિયું,સંજેલી)ઉ.વર્ષ.20, (8)પરમાર મેહુલ જશવંતભાઈ (રહે.તાલુકા પંચાયત પાસે,સંજેલી)ઉ.વર્ષ.27, (9)પરમાર મિનેષભાઈ જગદીશભાઈ(રહે.અનમોલ એવન્યુ, ખેતલાઆપાની પાસે, ગોધરારોડ)ઉ.વર્ષ.50, (10)લલિતભાઈ કરશનભાઈ બદલાની(રહે.ગોવિંદ નગર )ઉ.વર્ષ.31, (11)કૃષાંક દેવેન્દ્ર કડિયા(રહે.ગોવિંદ નગર )ઉ.વર્ષ.26,(12)મીરાબેન લલિતભાઈ બદલાની(રહે.ગોવિંદ નગર )ઉ.વર્ષ.36,(13)નક્ષ લલિતભાઈ બદલાની(રહે.ગોવિંદ નગર )ઉ.વર્ષ.5,(14)રવિ નગીનભાઈ ચૌહાણ (રહે.ઠક્કરબાપા સોસાયટી, ઝાલોદ)ઉ.વર્ષ.25, (15)રાઠોડ નિશાબેન મહેશભાઈ (રહે.નગર પાલિકા પાસે ઝાલોદ)ઉ.વર્ષ.40, (16) રાઠોડ ધનરાજ મહેશભાઈ (રહે.નગર પાલિકા પાસે ઝાલોદ)ઉ.વર્ષ.21, (17)રાઠોડ દેવરાજ મહેશભાઈ (રહે.નગર પાલિકા પાસે ઝાલોદ)ઉ.વર્ષ.18 મળી 28 કોરોના વધુ દર્દીઓ નોંધાવા પામ્યા છે.જ્યારે હાલ 520 લોકોના રિપોર્ટ પેન્ડિંગ હોવાથી તેની રાહ જોવાઈ રહી છે.જિલ્લામાં આજરોજ નવા નોંધાયેલા દર્દીઓમાં દાહોદમાં 6,સંજેલીમાં 6, ઝાલોદમાં 7, ગરબાડામાં 2,લીમડીમાં 5 લીમખેડા તેમજ બારીયામાં એક કેસ મળી કુલ 28 કોરોના સંક્રમિત કેસોનો સમાવેશ થવા પામ્યો છે. હાલ આરોગ્ય વિભાગ દ્વારા કોરોના સંક્રમિત આવેલા લોકોના ટ્રાવેલ હિસ્ટ્રીના આધારે તેઓના સંપર્ક માં આવેલા લોકોને કોરોનટાઇન કરવાની તજવીજ હાથ ધરી છે,જ્યારે આજે કોરોનાના મહત્તમ ટેસ્ટિંગનો નવો રેકોર્ડ નોંધાવા પામેલ છે.

error: Content is protected !!