બાબુ સોલંકી :- સુખસર
*સુખસર તાલુકા કક્ષાના દરજ્જાનું સ્વ.ભુરાભાઈ કટારાનું સ્વપ્ન સાકાર થયું*
*ધારાસભ્ય રમેશભાઈ કટારા દ્વારા તાલુકાની રજૂઆતને મંજૂરીની મહોર.*
*સુખસરને તાલુકા કક્ષાનો દરજ્જો મળતાં ગ્રામજનો એ ફટાકડા ફોડી ઉજવણી કરી*
સુખસર,24

ફતેપુરા તાલુકામાંથી નવીન સુખસર તાલુકા કક્ષાના દરજ્જા માટે નું સ્વ.ભુરાભાઈ કટારા નું સ્વપ્ન પૂર્ણ થતાં પંથકની પ્રજામાં આનંદની લાગણી આપી જવા પામેલ હોવાનું જાણવા મળે છે.ધારાસભ્ય રમેશભાઈ કટારાના અથાગ પ્રયત્નો અને રજૂઆતો થી મુખ્યમંત્રીએ નવીન સુખસર તાલુકાની જાહેરાત કરાતાં પ્રજામાં આનંદ છવાયો છે. અને ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી.સાથે ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો હતો.
વર્ષ 1997 માં સુખસર તાલુકો બનાવવા માટે સ્વ.ભુરાભાઈ કટારાએ માંગ કરી હતી.પરંતુ ફતેપુરાને તાલુકો જાહેર કરાયો હતો.તેમજ ફતેપરા તાલુકા માંથી સુખસર નવિન તાલુકા માટે પ્રજા દ્વારા અનેક વાર મુખ્યમંત્રી ને રજુઆતો કરવામાં આવી હતી. જેમાં ધારાસભ્ય રમેશભાઈ કટારાના અથાગ પ્રયત્નો અને રજૂઆતોથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સુખસર તાલુકો જાહેર કરવામાં આવ્યો છે. સુખસર ને તાલુકા કક્ષા માટે જાહેરાત કરાતા પ્રજા માં આનંદની લાગણી ફેલાઇ જવા પામી છે.અને ફટાકડા ફોડી વધામણા કરવામાં આવ્યા હતા. તેમજ ધારાસભ્ય રમેશભાઈ કટારાને ફૂલહાર પહેરાવી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.કાર્યક્રમમાં ફતેપુરા તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઈ પારગી,સુખસર સરપંચ નરેશભાઈ કટારા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
વર્ષોથી સુખસરને તાલુકો બનાવવા પ્રજાની માંગણી હતી તેમજ પુર્વ ધારાસભ્ય ભુરાભાઈ કટારાનું પણ તાલુકા માટે નું સ્વપ્ન હતું.જે આજે પૂર્ણ થયું છે તેમજ તેમના પુત્ર અને ધારાસભ્ય રમેશભાઈ કટારાના અથાગ પ્રયત્નો અને રજૂઆતોથી પુર્ણ થયું હતું.નવીન સુખસર તાલુકાની જાહેરાત થતા ફટાકડા ફોડી વધામણા કરવામાં આવ્યા તેમજ ધારાસભ્ય રમેશભાઈ કટારા ને ફૂલહાર પહેરાવી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
