રાજેશ વસાવે :- દાહોદ
*દાહોદમાં ઝાલોદ તાલુકાના બિલવાણી સિંગાપોર રોડ પર વરસાદ ઓછો થતા પેચવર્ક તેમજ ઝાડી-ઝાંખરા કટીંગની કામગીરી પૂરજોશમાં*
દાહોદ તા. ૧૯
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં થયેલ ભારે વરસાદના કારણે જાહેર રસ્તાઓને ભારે નુકસાન થયું હતું. પરંતુ હાલ વરસાદ ઓછો થતા દાહોદ જિલ્લા પંચાયતની બાંધકામ શાખા દ્વારા જિલ્લા પંચાયત હેઠળના પંચાયત માર્ગ અને મકાન પેટા વિભાગ ઝાલોદ દ્વારા બિલવાણી સિંગાપોર રોડ પર ઝાડી-ઝાંખરા કટિંગની કામગીરી પૂરજોશમાં શરૂ કરાતા ગ્રામજનોને અવરજવરમાં થતી મુશ્કેલી દૂર થઈ હતી.
૦૦૦