Sunday, 03/08/2025
Dark Mode

પોલિસ પોઇન્ટ નજીક TRB ની હાજરીમાં ધોળા દિવસે બની સનસનાટી ભરી ઘટના.! દાહોદના મધ્યમાં લૂંટ!ગાંધી ચોકમાં એક લાખની થેલીની ચિલઝડપ કરી ભાગ્યા લૂંટારૂઓ.!

August 2, 2025
        34
પોલિસ પોઇન્ટ નજીક TRB ની હાજરીમાં ધોળા દિવસે બની સનસનાટી ભરી ઘટના.!  દાહોદના મધ્યમાં લૂંટ!ગાંધી ચોકમાં એક લાખની થેલીની ચિલઝડપ કરી ભાગ્યા લૂંટારૂઓ.!

રાજેશ વસાવે :- દાહોદ 

પોલિસ પોઇન્ટ નજીક TRB ની હાજરીમાં ધોળા દિવસે બની સનસનાટી ભરી ઘટના.!

દાહોદના મધ્યમાં લૂંટ!ગાંધી ચોકમાં એક લાખની થેલીની ચિલઝડપ કરી ભાગ્યા લૂંટારૂઓ.!

બાઈક સવાર લૂંટારૂઓ CCTV કેમેરામાં કેદ: પોલીસ તપાસમાં જોડાઈ..

દાહોદ તા. 02

પોલિસ પોઇન્ટ નજીક TRB ની હાજરીમાં ધોળા દિવસે બની સનસનાટી ભરી ઘટના.! દાહોદના મધ્યમાં લૂંટ!ગાંધી ચોકમાં એક લાખની થેલીની ચિલઝડપ કરી ભાગ્યા લૂંટારૂઓ.!

પોલિસ પોઇન્ટ નજીક TRB ની હાજરીમાં ધોળા દિવસે બની સનસનાટી ભરી ઘટના.! દાહોદના મધ્યમાં લૂંટ!ગાંધી ચોકમાં એક લાખની થેલીની ચિલઝડપ કરી ભાગ્યા લૂંટારૂઓ.!

દાહોદ શહેરમાં સતત ટ્રાફિકથી ધમધમતા ગાંધીચોક વિસ્તારમાં બનેલી ઘટનાએ સૌ કોઈને હચમચાવીને મૂકી દીધા છે. આ ઘટના ધોળા દિવસે બપોરના 2:30 વાગ્યાના સુમારે બની હતી.જેમાં પ્રાથમિક શાળાના આચાર્ય યાદગાર ચોક પર આવેલી સ્ટેટ બેંક પર તહેવારોને અનુલક્ષીને એક લાખ રૂપિયા કાઢ્યા બાદ નગરપાલિકા તરફ જઈ રહ્યા હતા તે સમયે ગાંધી ચોકમાં ફિલ્મી સ્ટાઇલમાં બાઈક પર આવેલા ગઠિયાઓએ ધોળા દિવસે એક લાખ રૂપિયા ભરેલી થેલીની ચીલ ઝડપ કરી ધુમ સ્ટાઇલમાં ગણતરીના સેકન્ડોમાં રફુ ચક્કર થઈ જતા ઘટના સ્થળે સ્તડબતાની સાથે ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ઘટનામાં ભોગ બનનાર આચાર્ય દ્વારા આ ઘટનાઓનો પીછો પણ કર્યો હતો પરંતુ તેઓ ભાગી છુપામાં સફળ થયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જેના આધારે પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ કરી છે.

 દાહોદ શહેરના મધ્યમાં આવેલા અને ટ્રાફિકથી ભરચક એવા ગાંધી ચોક વિસ્તારમાં બપોરના 02:30 વાગ્યે વડવા ગામના પ્રાથમિક શાળાના આચાર્ય ઈશ્વરભાઈ રાઠોડ માણેકચોક ખાતે આવેલી સ્ટેટ બેંકની મેન બ્રાન્ચમાંથી રક્ષાબંધનના તહેવારને અનુલક્ષીને એક લાખ રૂપિયા કાઢ્યા બાદ બેંકમાંથી બહાર આવ્યા હતા.અને પૈસા એક થેલીમાં પૈસા મૂક્યા હતા અને વડવા તરફ જવા નીકળ્યા હતા. ત્યારે બેંક બહાર જ ઘાત લગાવીને બેઠેલા બાઈક પર આવેલા ગઠિયાઓએ તેમનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો.ગઠિયાઓએ અને ગાંધી ચોકમાં બુલેટ પર લટકાવેલી થેલીની ચીલ ઝડપ કરી ભાગી છૂટ્યો હતો.જોકે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેપ્ચર થઈ રહી છે. આ ઘટના બાદ ભોગ બનનાર વ્યક્તિએ પણ તેનો પીછો કર્યો હતો પરંતુ તેઓ ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા.જે બાદ ભોગ બનનાર આચાર્ય ઈશ્વરભાઈ રાઠોડ દ્વારા એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.ત્યારબાદ પોલીસે પણ સીસીટીવી કેમેરાની મદદથી આ ગઠિયાઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે. જે જગ્યા ઉપર આ ઘટના બની ત્યાં પોલીસ પોઇન્ટ પણ હતો ટીઆરપી જવાન પણ ફરજ બજાવી રહ્યા હતા. ટ્રાફિક પણ ધમધમી રહ્યો હતો. લોકોની અવર-જવર પણ હતી. તેમ છતાંય બેકોફ બની બાઈક પર આવેલા આ લંબરમુછીયાઓએ આ ઘટનાને અંજામ આપી પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો છે. એક તરફ શહેરના મધ્યમાં ટ્રાફિકથી ભરચક વિસ્તારમાં બનેલી આ ઘટનાથી વેપારીઓ અને શહેરીજનોમાં સ્તબ્દતાની સાથે ભયનો માહોલ છે.તો બીજી તરફ પોલીસની સાખ ઉપર બટ્ટો લાગ્યો છે.જોકે હવે આગળના સમયમાં આ ગઢીયાઓ શહેરમાં બીજી કોઈ ઘટનાને અંજામ આપે તે પહેલા તેમને જેલના સળિયા પાછળ ધકેલવું અનિવાર્ય બન્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!