કલ્પેશ શાહ :- સીંગવડ
સિંગવડ તાલુકાના રાઠોડના ડુંગરપુર ગામે જુગાર રમતા જુગારીયાઓ ઝડપાયા:67 હજાર ની માલમત્તા સાથે 10 ગેમ્બલરો ઝડપાયા
સીંગવડ તા.10
સીંગવડ તાલુકાના રાઠોડના ડુંગરપુર ગામે રણધીકપુર પોલીસને બાતમીના આધારે રૂપાભાઈ મછારના ઘરની પાછળ ખુલ્લા ખેતરમાં જુગાર રમતા સંજેલી ગામના ૧૦ જેટલા ઈસમોને રણધીકપુર પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા હતા. રંધીકપુર પોલીસને બાતમીના આધારે સાંજે પેટ્રોલીંગ દરમિયાન એ.એસ.આઇ દેવેન્દ્ર હેડ કોન્સ્ટેબલ સુનિલ ભારતભાઈ વસંતકુમાર આઉટ પોસ્ટ કોન્સ્ટેબલ રાહુલભાઈ તથા રાજેન્દ્રસિંહ પોલીસ સ્ટાફના માણસો ને સાથે રાખી ને રાઠોડના ડુંગરપુર ગામે જુગાર રમતા ૧૦ જેટલા સંજેલીના જુગારીઓને પકડી પાડી તેમના જોડેથી કુલ રોકડ રૂપિયા 9,610 તથા ત્રણ મોટરસાયકલ 43,000 તથા 13 હજારના મોબાઈલ ફોનમાં ૫ એમ કુલ મળી 67,610 રૂપિયાનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો તેમાં સંજેલી ગામના (1)શેખ સલીમ ગણી, (2)શેખ ઇબ્રાહિમની ગની (3 ) ડોકિલા આમીન મજીદ(4 )શેખ રસીદ જરીદ(5)મોડાસીયા શબ્બીર સત્તાર (6 )ડોકીલા ફારૂક અનીસ (7)બાંડી રજા ગની(8 ) હરીજન દિનેશ મોહન( 9) શેખ નામદાર અહેમદ તથા(10) શેખ રહીશગુફરહાન વગેરે રહેવાસી સંજેલીના રાઠોડના ડુંગરપુર ગામે જુગાર રમતા પકડાતા રંધીપુર પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.