
દક્ષેશ ચૌહાણ ઝાલોદ
ઝાલોદ પોલિસ દ્વારા આગામી દિવસોમાં યોજાનારા હિન્દુ સમાજના તહેવારો ને અનુલક્ષી નગરમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી હતી.
ઝાલોદ નગરનાં દરેક માર્ગો ઉપર ખુલ્લા વિસ્તારોમાં ડ્રોન કેમેરા દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું
દાહોદ તા. ૨૬
ઝાલોદ પોલીસ સ્ટેશનના પી.આઈ જી જે ગામીત તેમજ પી.એસ.આઈ સી કે સીસોદીયા દ્વારા આગામી દિવસોમાં યોજાનારા તહેવારો જેવા દશા માતા વિસર્જન , રક્ષા બંધન, જન્માષ્ટમી , કાવડ યાત્રા તેમજ પવિત્ર શ્રાવણમાસમાં આવતા વિવિધ ધાર્મિક કાર્યક્રમો અનુલક્ષી નગરમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી હતી.
નગરમાં સુચારુ કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાય રહે તે માટે નગરનાં અલગ અલગ માર્ગો ઉપર ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી હતી. ઝાલોદ પોલીસ દ્વારા નગરના મકાનોની આગાસી તેમજ ખુલ્લા વિસ્તારોમાં ડ્રોન કેમેરા સાથે નિરીક્ષણ પણ કરેલ હતું. ઝાલોદ પોલિસ દ્વારા નગરના રસ્તા પર થતા ટ્રાફિક અંગે પણ નિરીક્ષણ કર્યું હતું તેમજ નગરમાં થતા ટ્રાફિક અંગે દુકાનદારો તેમજ હાથલારી વાડા તેમજ પથારા વાડાઓ અને વ્યાપારીઓને ટ્રાફિક અંગે જરૂરી સૂચન પણ આપવામાં આવ્યું હતું
રિપોર્ટર દક્ષેશ ચૌહાણ ઝાલોદ