
બાબુ સોલંકી:- સુખસર
*ફતેપુરા તાલુકામાં યોજાયેલ ગ્રામ પંચાયત ચૂંટણીમાં વિજેતા સરપંચો બાદ નિમાયેલા ડેપ્યુટી સરપંચો*
*ફતેપુરા તાલુકાની ગ્રામ પંચાયતોમાં કેટલાક ડેપ્યુટી સરપંચો બિનહરીફ ચૂંટાયા જ્યારે કેટલી ગ્રામ પંચાયતોમાં હરીફ ઉમેદવારોથી જીત મેળવી*
સુખસર,તા.25
ફતેપુરા તાલુકામાં 22 જૂન 2025 ના રોજ યોજાયેલ સરપંચની ચૂંટણી પરિણામો બાદ તાલુકામાં ડેપ્યુટી સરપંચોની વરણી કરવામાં આવેલ છે. જેમાં કેટલીક ગ્રામ પંચાયતોમાં બિનહરી જ્યારે અનેક પંચાયતોમાં ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યો ની હરીફાઈથી ડેપ્યુટી સરપંચ તરીકે નિમણૂક પામેલા ઉમેદવારો આ મુજબ છે.
વાવડી પૂર્વ-સરલાબેન રમેશભાઈ મછાર,વાંદરીયા પૂર્વ-શ્રીમતી રેખાબેન વિકેશભાઇ ડામોર, ફતેપુરા- મનોજકુમાર નરેશભાઈ કલાલ,નીંદકા પૂર્વ-મછાર રાકેશભાઈ માવજીભાઈ, નાનાસલરા-ડામોર પરિમલભાઈ માનસિંગભાઈ,નાનીઢઢેલી-ભેદી સની બેન માનાભાઈ,પાડલીયા-રાહુલભાઈ ભરતભાઈ ચંદાણા,આસપુર- હાર્દિકકુમાર છગનભાઈ ચંદાણા, જલાઈ-કમળાબેન સીગાભાઈ ડામોર, સલીયાટા-પર્વતભાઈ ભગુભાઈ ચરપોટ,રતનપુર નેશ-ગવજીભાઈ જગાભાઈ,વાંગડ-નર્મદાબેન ચંપાભાઇ પારગી,ફતેગડી-રેવાબેન ઈશ્વરભાઈ, ખૂંટા-ગોરધનભાઈ લાલાભાઇ બારીયા, ભૂતખેડી-દલસુખભાઈ જીવાભાઇ બામણીયા,ડબલારા-પીન્ટુભાઇ રમેશભાઈ બારીયા-રૂપાખેડા કવિતાબેન મહેશભાઈ કિશોરી,નળવા- ઉર્મિલાબેન નરર્સિંગભાઈ પારગી,નાની ચારોળી-કમળાબેન થાનુભાઈ બારીયા, ચાંદલી-મેઘલીબેન તેરસિંગભાઈ માલ, ચીખલી-જયદ્રથસિંહ સુખતસિંહ રાઠોડ,વાંકાનેર-શૈલેષભાઈ લીંબાભાઇ ચમાર, સાગડાપાડા-ઉર્મિલાબેન કનુભાઈ મછાર,બારસાલેડા-પુષ્પાબેન જગદીશભાઈ પાંડોર,કુંડલા- મનસુખભાઈ વાલાભાઈ,ડુંગર- રમણભાઈ ખાતરાભાઈ ખાટ,ઝેર- રેશમબેન ઉજમભાઈ પાંડોર,નાનીરેલ પૂર્વ-શર્મિષ્ઠાબેન રાજેશભાઈ કલાસવા,પીપલારા-સંતોષબેન દિનેશભાઈ ગરાસીયા,નાની ચારોળી- સવિતાબેન રમેશભાઈ પારગી, પાટડીયા-રાહુલભાઈ મંગળાભાઈ પરમાર,ખાતરપૂરના મુવાડા-સુમિત્રાબેન કાંતિભાઈ ગરાસીયા,કાનપુર- કવિતાબેન સામાભાઇ ગરાસીયા, મકવાણાના વરુણા-ચંપાબેન પારર્સિંગભાઈ વળવાઈ,ઘણીખુટ- કિડીયાભાઈ દામાભાઈ મકવાણા, સરસ્વા પૂર્વ-માનસિંગભાઈ ચીમનભાઈચંદાણા,સલરા-સુરેન્દ્રકુમાર નવલભાઇ બામણીયા,કાળીયા- મુકેશભાઈ ગલાભાઈ મછાર,લખણપુર-સુરેશભાઈ ખીમજીભાઇ મુનિયા નાઓ ડેપ્યુટી સરપંચ તરીકે ચૂંટાઈ આવેલ હોવાનું જાણવા મળે છે.