ઝાલોદ કૉલેજમાં “જ્ઞાન ગોષ્ઠી“ વ્યાખ્યાન શ્રેણી પ્રકલ્પનું ઉદ્ઘાટન સત્ર યોજાયું

Editor Dahod Live
2 Min Read

દક્ષેશ ચૌહાણ :- ઝાલોદ

ઝાલોદ કૉલેજમાં “જ્ઞાન ગોષ્ઠી“ વ્યાખ્યાન શ્રેણી પ્રકલ્પનું ઉદ્ઘાટન સત્ર યોજાયું

દાહોદ તા. ૨૬

શ્રી કે.આર દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ, ઝાલોદના આચાર્યશ્રી ડૉ.એ.આર. મોદી સાહેબની સંકલ્પના “મિશન ફૉર ચેન્જ” અભિગમ અંતર્ગત તા. 26/07/2025 ને શનિવારના રોજ વિશેષરૂપથી કૉલેજના પ્રાધ્યાપકો માટે જ્ઞાન ગોષ્ઠી વ્યાખ્યાન શ્રેણી પ્રકલ્પના ઉદ્ધાટન સત્રનું આયોજન કરવામાં આવ્યું કોલેજના આચાર્ય શ્રી વિદ્યાર્થીઓ તથા અધ્યાપકોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં લઇ કૉલેજમાં અવારનવાર નવતર પ્રયોગો કરતા હોય છે જે અંતર્ગત અધ્યાપકોએ પણ પોતાની જાતને અપડેટ કરતા રહેવું વિશેષ જરૂરી છે. આજ હેતુના ઉપક્રમે સાંપ્રત સમયને ધ્યાનમાં રાખીને જ્ઞાનની સતત ચર્ચાઓ અધ્યાપકોમાં પણ સકારાત્મક રીતે થતી રહે તથા અન્ય વિષયોથી પોતે પણ પરિચિત થાય તે હેતુથી એક નવા જ પ્રકારના પ્રકલ્પની શરૂઆત કરી છે. જે અંતર્ગત દરેક અઠવાડિયાના શનિવારે આ પ્રકારના જ્ઞાન સત્રનું આયોજન કરવામાં આવશે જેમાં કૉલેજના તમામ અધ્યાપકો પોતાનું યોગદાન આપશે. દરેક અધ્યાપક અલગ અલગ વિષયોને ધ્યાનમાં રાખીને પોતાનું વક્તવ્ય રજૂ કરશે સાથે અન્ય તમામ અધ્યાપક મિત્રો તેમની સાથે ચર્ચામાં જોડાશે અને યોગ્ય તારણો સુધી પહોંચશે‌. આ જ્ઞાન ગોષ્ઠીના પ્રથમ વક્તા તરીકે કોમર્સ વિભાગના અધ્યાપક શ્રી મધુકારભાઈ પટેલ સાહેબે તંદુરસ્ત, નિરોગી અને સુખાકારી જીવન અર્થે જીવનમાં ખાન પાન લક્ષી કેવા પ્રકારના સુધારાઓ જરૂરી છે તથા આયુર્વેદિક પદ્ધતિ દ્વારા કેવી રીતે સ્વસ્થ રહી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. આચાર્યશ્રીના આ અભિગમને સર્વે પ્રાધ્યાપક મિત્રોએ સકારાત્મક રીતે બિરદાવ્યો હતો. આ કાર્યક્રમનું સંચાલન ડૉ આર. ડી. કપૂરીએ અને આભાર વિધિ ડૉ એંચ. જી. અગ્રવાલે કરી હતી.

Share This Article