
દક્ષેશ ચૌહાણ ઝાલોદ
ઝાલોદ સાંઈ મંદિરનો આઠમો તેમજ શ્રી કૃષ્ણ, શીતળા માતા, બળીયા બાબજીનો ત્રીજો પાટોત્સવ ધામધૂમ થી ઉજવાયો હતો
ઝાલોદ તા. ૩
ઝાલોદ નગર સાંઈ સમિતિ મિત્ર મંડળ દ્વારા આજરોજ 03-07-2025 ના રોજ સાંઈ મંદિરનો આઠમો તેમજ શ્રી કૃષ્ણ, શીતળા માતા, બળીયા બાબજીનો ત્રીજો પાટોત્સવ ધામધૂમ થી ઉજવવામા આવ્યો હતો.
આજના પાટોત્સવના પવિત્ર દિવસે વહેલી સવારે સાંઈ ,શ્રી કૃષ્ણ, શીતળા માતા, બળીયા બાબજીને દૂધ, દહીં, કેશર થી અભિષેક કરાવી નવા વસ્ત્રો થી અલંકૃત કરવામાં આવ્યા હતા. વહેલી સવારથી જ દર્શનાર્થીઓ દર્શન કરવા મંદિરે ઉમટવા લાગ્યા હતા. આજના પવિત્ર દિવસે મંદિર ખાતે હોમ હવન પૂજા પણ કરવામાં આવેલ હતી. બપોરના સમયે ઢોલ નગારા સાથે વાજતે ગાજતે નગરમાં દર વર્ષની જેમ જ શોભા યાત્રા કાઢવામાં આવી હતી. શોભા યાત્રા દરમિયાન ભાવિક ભક્તો ભજનની તાલે નાચતા ઝુમતા જોવા મળતા હતા તેમજ રાસ ગરબાની રમઝટ પણ કરવામાં આવી હતી. શોભા યાત્રામા મોટા પ્રમાણમાં બાળકો, યુવાઓ, મહિલાઓ તેમજ સમાજના વયોવૃદ્ધ પણ જોડાયેલ હતા. શોભા યાત્રા નગરમાં ધાર્મિક વાતાવરણ વચ્ચે નીકળી હતી શોભા યાત્રા જે રસ્તા પર થી નીકળતી હતી તે રસ્તા પર ભાવિક ભક્તો સ્વાગત કરી દર્શનનો લાભ લેતા જોવા મળતા હતા. સાંજે શોભાયાત્રા પૂર્ણ થતાં મહાઆરતીનો લ્હાવો લઈ મહાપ્રસાદનો લ્હાવો પણ ભાવિક ભક્તો એ લીધો હતો.