Thursday, 21/11/2024
Dark Mode

દાહોદ જિલ્લામાં કોરોના 666:આજના વધુ 23 કોરોના સંક્રમિત દર્દીઓનો ઉમેરો:રેપિડ ટેસ્ટમાં કોરોના સંક્રમિત આવેલા પૂર્વ મહિલા કાઉન્સિલરનું મોત

દાહોદ જિલ્લામાં કોરોના 666:આજના વધુ 23 કોરોના સંક્રમિત દર્દીઓનો ઉમેરો:રેપિડ ટેસ્ટમાં કોરોના સંક્રમિત આવેલા પૂર્વ મહિલા કાઉન્સિલરનું મોત

  જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ તા.03

દાહોદ જિલ્લામાં આજે પણ કોરોના પોઝીટીવના 23 કેસો સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.આજરોજ નોંધાયેલા 23 કેસોમાં 14 કેસો રેપિડ ટેસ્ટમાં સામે આવ્યા છે.તેમજ રેપિડ ટેસ્ટમાં કોરોના સંક્રમિત આવેલા નગરપાલિકાના પૂર્વ મહિલા કાઉન્સિલરનું મોત નિપજવા પામ્યું છે. આજના નવા ઉમેરાયેલા દર્દીઓ મળી કોરોનાનો કુલ આંક 666 પર પહોંચ્યો છે.જ્યારે 338 લોકો કોરોના મુક્ત થતાં હાલ 286 એક્ટિવ કેસો હાલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.જ્યારે 182 લોકોના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે.જ્યારે દાહોદ શહેરમાં કોરોનાનો ગ્રાફ દિવસે ને દિવસે વધવા પામ્યો છે.
વધુમાં મળતી માહિતી અનુસાર આરોગ્ય વિભાગે ગઇકાલે 103 સેમ્પલ કલેક્ટ કરી ચકાસણી અર્થે મોકલ્યા હતા.જેમાં 9 પોઝીટીવ સેમ્પલમાં તેમજ 14 રેપિડ ટેસ્ટમાં પોઝીટીવ આવ્યા છે.આજરોજ નોંધાયેલા દર્દીઓમાં (1)68 વર્ષીય ભુપેન્દ્ર કનૈયાલાલ કુવાર, ગોવિંદ નગર,(2)58 વર્ષીય ફાતેમા હુસેનઅલી કાજી સૈફીમોહલ્લા,(3)71 વર્ષીય હુસૈની સેફુદ્દીન ભગવાન રહે. સૈફી મોહલ્લા, (4)36 વર્ષીય જાહેરાબેન મુર્તુઝા ભાટિયા રહે. દાહોદ,(5)37 વર્ષીય નિલેશ નારાયણભાઈ માળી, રહે. સોનીવાડ, (6)60 વર્ષીય દ્રૌપદીબેન પ્રભુલાલ વર્મા ભાગ્યોદય સોસાયટી ગોદી રોડ, (7) 51 વર્ષીય મનોજ શિવલાલભાઈ પંચાલ રહે.સંચા ફળિયું ઝાલોદ, (8)28 વર્ષીય પંચાલ શ્રેયા બેન મનોજભાઈ રહે. સંચા ફળિયું ઝાલોદ, (9) 46 વર્ષીય પંચાલ સંગીતાબેન હિતેશભાઈ રહે. વિશ્વકર્મા મંદિર ઝાલોદ મળી તેમજ રેપિડ ટેસ્ટમાં (10) 45 વર્ષીય કરનસીંગ એસ ડામોર,(11)41 વર્ષીય ઇન્દીરાબેન કરણસીંગ ડામોર,(12)18 વર્ષીય પૂર્વીબેન કરણસીંગ ડામોર, (13)21 વર્ષીય દ્રષ્ટિ કરણસીંગ ડામોર રહે. ગોકુલ સોસાયટી, (14) 50 વર્ષીય અગ્રવાલ રાજેશભાઈ હજારીપ્રસાદ, રહે. પંચશીલ સોસાયટી,(15)12 વર્ષીય અબ્દુલ કાદિર સાઈકલ વાલા, રહે. ગોદીરોડ, (16)51 વર્ષીય સકરી એમ મકબહાદુર રહે. મહુડીઝોલાં ગલાલિયાવાડ, (17)66 વર્ષીય જવસિંગ પરમાર રહે. અંબિકા નગર,(18)46 વર્ષીય મોનિકા બેન ધર્મેન્દ્રભાઈ લીમડીવાળા રહે.લક્ષ્મી નગર, (19)66 વર્ષીય અસ્મિતાબેન કે પરમાર રહે. દરજી સોસાયટી,(20)32 વર્ષીય અલેફિયા બુરહાન રાણાપુરવાલા રહે. બુરહાની મોહલ્લા, (21)30 વર્ષીય સત્યવાન મહેશકુમાર પંચાલ ગોવિંદ નગર, (22)22 વર્ષીય પૂજા ડોહરે રહે. દાહોદ તેમજ (23)45 વર્ષીય હિતેશભાઈ પંચાલ ઉકરડીરોડ પંચાલ ફળિયું મળી કુલ 23 નવા કોરોના પોઝીટીવના દર્દીઓનો ઉમેરો થયો હતો જેમાં દાહોદ શહેરમાં 20 કોરોનાના દર્દીઓ ના વધારા સાથે દાહોદ શહેરમાં કોરોનાનો આંકડો 490 પર પહોંચ્યો છે.ત્યારે ઝાલોદમાં વધુ ત્રણ કેસો નોંધાવા પામ્યા છે. તેમજ રેપિડ ટેસ્ટમાં પોઝિટિવ આવેલા પૂર્વ મહિલા કાઉન્સિલર અસ્મિતાબેન પરમાર નું મોત નિપજવા પામ્યું છે.જોકે આજના નવા નોંધાયેલા દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રીના આધારે તેઓના સંપર્કમાં આવેલા લોકોને કોરોનટાઇન કરી કોરોના પોઝિટિવ આવેલા દર્દીઓના વિસ્તારને કંટેઇન્મેન્ટ એરીયા જાહેર કરી તે વિસ્તારોમાં સેનેટરી સહિત દવાની છંટકાવની કામગીરી પુરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે.

error: Content is protected !!