*દાહોદ જિલ્લાના ઝાલોદ પ્રાંત અધિકારીશ્રી એ કે ભાટિયાના અધ્યક્ષસ્થાને ઝાલોદ તાલુકાનાં સાપોઈ પ્રાથમિક શાળા ખાતે રાત્રિ સભા યોજાઈ*

Editor Dahod Live
2 Min Read

 દક્ષેશ ચૌહાણ.ઝાલોદ

*દાહોદ જિલ્લાના ઝાલોદ પ્રાંત અધિકારીશ્રી એ કે ભાટિયાના અધ્યક્ષસ્થાને ઝાલોદ તાલુકાનાં સાપોઈ પ્રાથમિક શાળા ખાતે રાત્રિ સભા યોજાઈ*

*ગામમાં થયેલ વિકાસના કામો, ગામજનોને પડતી મુશ્કેલીઓ અને પ્રશ્નોની જાણકારી લઇ કામગીરીની સમીક્ષા કરાઈ*

દાહોદ તા. ૯

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં આવેલ સાપોઈ પ્રાથમિક શાળા ખાતે દાહોદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રાંત અધિકારીશ્રી એ કે ભાટિયાના અધ્યક્ષ સ્થાને રાત્રી સભા યોજવામાં આવી હતી.

રાત્રી સભા દરમ્યાન પ્રાંત અધિકારીશ્રી એ કે ભાટિયા દ્વારા તાલુકાના ચાલતી સરકારની વિવિધ યોજનાઓ વિશે ગ્રામજનોને માહિતગાર કરવામાં આવ્યા હતા. ગામજનો સાથે વિવિધ વિભાગોની કામગીરીની અંગેની ચર્ચા – વિચારણા પણ કરવામાં આવી હતી. ઉપરાંત ગામના થયેલ વિકાસના કામો, ગામજનોને પડતી મુશ્કેલીઓ અને પ્રશ્નોની જાણકારી લઇ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. જે દરમ્યાન ઝાલોદ પ્રાંત અધિકારીશ્રી એ કે ભાટિયા દ્વારા ગ્રામજનોની રજુઆતોનો વહેલામાં વહેલી તકે નિકાલ કરવામાં આવશે તેવી ખાતરી પણ આપવામાં આવી હતી.  

ઝાલોદ પ્રાંત અધિકારીશ્રી એ કે ભાટિયા દ્વારા સાપોઈ ગ્રામ પંચાયત કચેરી ની મુલાકાત લેવામાં આવી હતી જે દરમિયાન ત્યાંની દફતર ચકાસણી કરવામાં આવી હતી. 

રાત્રી સભા દરમ્યાન ઝાલોદ મામલતદારશ્રી શૈલેન્દ્ર એમ પરમાર,ઝાલોદ તાલુકા પંચાયતનાં ઓફીસર શ્રીમતી કલ્પનાબેન નાયક, તાલુકાના પંચાયતના વિતરણ અધિકારીશ્રી યોગેશ ભાઈ સંગાડા અને તાલુકા શિક્ષણ અધિકારી શ્રીમતી રોશની બેન બીલવાળ,સહિત અન્ય સંબંધિત અધિકારીશ્રીઓ તેમજ સાપોઈ તલાટી કમ મંત્રી શ્રી, ગ્રામ પંચાયતનાં સરપંચશ્રી અને સાપોઈ ગામનાં આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિતિ રહ્યા હતા.

Share This Article