
યાસીન ભાભોર ફતેપુરા
*ઇટા ગ્રામ પંચાયતના તલાટી અને વહીવટદારે લાખો રૂપિયાનું કરી નાખ્યાના આક્ષેપ…
જાગૃત નાગરિકે સ્થાનિકથી લઈને ઉચ્ચ કક્ષાએ તમામ પુરાવા સાથે લેખિત રજૂઆત કરી*
ફતેપુરા તા. 7
ફતેપુરા તાલુકાના ઢઢેલા ગામના રણછોડ તાજુ પારગીએ તારીખ 5 એપ્રિલ 2025 ના રોજ ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી, અધિક મદદનીશ ઇજનેર ફતેપુરા, દાહોદ જિલ્લા વિકાસ અધિકારી, વિકાસ કમિશનર ગાંધીનગર પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના સચિવ ગાંધીનગર ને લેખિત રજૂઆત કરીને ઇટા ગ્રામ પંચાયતના તલાટી અને વહીવટ દારે લાખો રૂપિયાનું કોમાંડ કર્યો હોવાના આક્ષેપ કર્યા છે અને તેના તમામ પુરાવાઓ સાથે તેઓએ આ બાબતે લેખિત રજૂઆત કરી છે
તેઓ લેખિત રજૂઆતમાં જણાવ્યા અનુસાર ફતેપુરા તાલુકાની ઇટા ગ્રામ પંચાયતના તલાટી અને વહીવટ દારે 15માં નાણાપંચના કામોમાં જૂના કામો બતાવીને લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનું જણાવ્યું છે.
જેમાં ઇટા ગામે મીની એલઆઇ ના 3 જુના કામ, ઇટા ગામે નીચલા ફળિયામાં નાળાનું જૂનું કામ તેમજ ઈટા ગામે નારપુરા ફળિયામાં નાળાનું જુનું કામ બતાવીને બોગસ રીતે નાણા ઉપાડી લીધા છે તેમજ ઈટા ગામે કટારા ફળિયામાં સીસી રોડ નું કામ થયેલ નથી તેમ છતાં કામ બતાવીને નાણાં ઉપાડ્યા હોવાનો પણ તેઓએ આક્ષેપ કર્યો છે. આ તમામ આક્ષેપોના તેઓએ તમામ પુરાવાઓ પણ રજૂ કર્યા છે.
તેઓ લેખિત રજૂમાં રજૂઆતમાં વધુમાં માંગ કરતા જણાવ્યું છે કે 15માં નાણાપંચની વહીવટી મંજૂરી અને બેંકના ઉપાડ હુકમ સહિતના કાગળો તથા પંચાયત ઠરાવ બુક, મિલકત રજીસ્ટર અને જીપીએસ સ્થળ લોકેશનના ત્રણ સ્ટેજ ના ફોટોગ્રાફ સાથે અરજદાર, તલાટી અને વહીવટદાર તથા અધિક મદદનીશ ઇજનેરને સાથે રાખીને આ બાબતે સ્થળ તપાસ કરવામાં આવે તેવી તેઓએ માંગ કરી છે.
તેઓએ રજૂઆતમાં વધુમાં જણાવ્યું છે કે ઈટા ગ્રામ પંચાયતના તલાટી ફતેપુરા તાલુકા તલાટી મંડળના પ્રમુખ હોવાથી તેઓની વિરુદ્ધ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. ઇટા ગ્રામ પંચાયતના તલાટી અને વહીવટદાર દ્વારા હાલમાં જ ઇટા ગ્રામ પંચાયતમાં 12 માર્ચ 2025 થી 25 માર્ચ 2025 સુધીના વાઉચરો ઉપર ચુકવણું પણ કરવામાં આવેલું છે તે ચુકવણું જૂના કામો દર્શાવીને ચુકવણું કરીને ભ્રષ્ટાચાર આચાર્ય હોવાનો પણ તેઓએ રજૂઆતમાં આક્ષેપ કર્યો છે.તેઓએ આ સમગ્ર બાબતે ઉચ્ચકક્ષાએથી તપાસ થાય તેવી માંગ કરી છે