દાહોદ-ગોધરા હાઈવે ઉપર કાર-બાઈક વચ્ચે અકસ્માત: પત્નીની નજર સામે પતિનું મોત.

Editor Dahod Live
1 Min Read

,રાજેશ  વસાવે  :- દાહોદ 

દાહોદ-ગોધરા હાઈવે ઉપર કાર-બાઈક વચ્ચે અકસ્માત: પત્નીની નજર સામે પતિનું મોત.

દાહોદ તા.01

4દાહોદ-ગોધરા હાઈવે પર રોઝમ ગામ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. મોરવા તાલુકાના સંતરોડ ગામના મહેન્દ્રભાઈ ગોપીભાઈ સરાણિયા અને તેમની પત્ની દાહોદથી ઘરવખરી ખરીદીને પરત ફરી રહ્યા હતા.

રોઝમ ગામ નજીક પત્નીને લઘુશંકા લાગતા તેમણે બાઈક રોડની સાઈડમાં ઊભી રાખી હતી. પત્નીએ તેલનું કેન અને સામાનની થેલી રોડની સાઈડમાં મૂકી હતી. જ્યારે તે લઘુશંકા કરીને પરત આવી રહી હતી, ત્યારે દાહોદ તરફથી પૂરપાટ ઝડપે આવતી કારે બાઈકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતની ગંભીરતા એટલી હતી કે કાર બાઈકને 100 મીટર સુધી ઘસડતી લઈ ગઈ. આ ઘટનામાં મહેન્દ્રભાઈને ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે જ તેમનું મૃત્યુ થયું. તેમની પત્ની પણ ઈજાગ્રસ્ત થઈ છે. ગટ્ટા સંબંધી જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે કારમાં સવાર બંને વ્યક્તિઓની ધરપકડ કરી છે તેમજ અકસ્માત અન્વયે ગુનો દાખલ કર્યો છે.

Share This Article