Tuesday, 01/07/2025
Dark Mode

દાહોદ જિલ્લામાં વધુ 12 કોરોના સંક્રમિત કેસોએ દાહોદવાસીઓની ચિંતામાં કર્યો વધારો:કોરોના સંક્રમિત એક્ટિવ કેસોનો આક્ડાએ સદી વટાવી

દાહોદ જિલ્લામાં વધુ 12 કોરોના સંક્રમિત કેસોએ દાહોદવાસીઓની ચિંતામાં કર્યો વધારો:કોરોના સંક્રમિત એક્ટિવ કેસોનો આક્ડાએ સદી વટાવી

   જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ તા.૧૬

દાહોદમાં આજે વધુ ૧૨ કોરોના દર્દીઓનો સમાવેશ થતાં જિલ્લામાં કોરોનાનું સંક્રમણ અટકવાનું નામ નથી વેતુ. આરોગ્ય તંત્રની ટીમ સહિત જિલ્લા વહીવટી તંત્ર પણ એક્શનમાં આવી છે ત્યારે આજના વધુ ૧૨ દર્દીઓ પૈકી બે દર્દીઓના કોરોના રિપોર્ટ આવે તે પહેલા જ મનીપજ્યાના સમાચાર વહેતા થતાં જિલ્લાવાસીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. કોરોના પોઝીટીવ આંકડાની સાથે સાથે મૃત્યુ દરમાં પણ છેલ્લા બે – ત્રણ દિવસથી કોરોના દર્દીઓના મૃત્યુ થતાં આરોગ્ય વિભાગમાં ચિંતાનો વિષય રહેવા પામ્યો છે. જોકે વધુ પાંચ દર્દીઓ કોરોના મુક્ત થતાં તેઓને આજે હોસ્પિટલમાંથી રજા મળી હતી તેમજ પાંચ દર્દીઓને હોમ આઇસોલેશનમાં ખસેડવામાં આવ્યા હતા.આમ, આજના ૧૨ પોઝીટીવ કેસો મળી દાહોદ જિલ્લામાં કુલ કોરોના પોઝીટીવ આંકડો ૧૮૨ તેમજ એક્ટીવ કેસો 101 જેમાં મૃત્યુ દરનો આંકડો વધીને ૧૧ થવા પામ્યો છે.

આજના કોરોના પોઝીટીવ દર્દીઓમાં (૧) ગોવિંદેઅજન શ્રીનીવાસન આચાર્ય (ઉ.વ.૬૩, ગોધરા રોડ,દાહોદ), (૨) ભુપેન્દ્રભાઈ અંબાલાલ શાહ (ઉ.વ.૭૮, રહે.શાંતિ સદન સોસાયટી, દાહોદ), (૩) સુમીત કિરીટકુમાર દોષી (ઉ.વ.૪૨, હરસોલાવાડ,દાહોદ), (૪) સુમીત્રાબેન બાબુલાલ મકવાણા (ઉ.વ.૪૩, રહે.લક્ષ્મીનગર,દાહોદ), (૫) કૃણાસ વિનોદચંદ્ર ચૌહાણ (ઉ.વ.૩૯, રહે.દૌલતગંજ બજાર, દાહોદ), (૬) વિજયકુમાર દશરથકુમાર અંદાણી (ઉ.વ.૪૯, રહે.દાહોદ), (૭) મહેશ જવાહરલાલ ગુરૂનાની (ઉ.વ.૪૩, ગોદી રોડ, દાહોદ), (૮) ઉષાબેન ગગુભાઈ ભુરીયા (ઉ.વ.૨૧, ઉચવાણીયા, હનુમાન) (૯) હસમુખ લેન્જીભાઈ પ્રજાપતિ (ઉ.વ.૪૬, બલૈયા, ફતેપુરા), (૧૦) બ્રહ્માકુમારી નીતાબેન લાલુભાઈ (ઉ.વ.૫૨, રહે.ફતેપુરા, પાછલા ફળિયુ), (૧૧) ઉપાધ્યાય દેવાંગ પ્રિયકાન્ત (ઉ.વ.૫૪, ફતેપુરા, પાછલા ફળિયુ) અને (૧૨) પટેલ હેલીબેન વિકેશભાઈ (ઉ.વ.૧૦, રહે.ફતેપુરા, પાછલા ફળિયુ) આમ આ આજના ૧૨ કોરોના પોઝીટીવ દર્દીઓ છે જેમાં શાંતીસદન સોસાયટી,દાહોદ ખાતે રહેતા ૭૮ વર્ષીય ભુપેન્દ્રભાઈ અંબાલાલ શાહ અને હસમુખભાઈ લેન્જીભાઈ પ્રજાપતિનું કોરોના રિપોર્ટ આવે તે પહેલા જ મોત નીપજ્યાની ખબરો સાથે જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે ત્યારે બીજી તરફ હસમુખભાઈ પોતાના જ ગામમાં શિક્ષક તરીકે ફરજ પણ બજાવી રહ્યા હતા અને તેમના મૃત્યુના સમાચાર સાથે ગ્રામજનોમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. હસમુખભાઈની અંતિમ વિધિ માટે બલૈયા ગામે તેઓના વતન ખાતે લાવવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણના વધતા કેસોને પગલે જિલ્લાવાસીઓમાં એક પ્રકારની સ્તબ્ધતાનો માહૌલ પણ જાેવાઈ રહ્યો છે.

————————————————

error: Content is protected !!