રાજેશ વસાવે :- દાહોદ
મેઘનગર-દાહોદ સેક્શનની મુલાકાત દરમિયાન ઉપસ્થિત રેલવે અધિકારીઓને નિર્દેશો કર્યા
રતલામ મંડળના નવનિયુક્ત રેલ પ્રબંધક દાહોદની મુલાકાતે: અમૃત ભારત સ્ટેશન અંતર્ગત કામોની કરી સમીક્ષા..
દાહોદ તા.02
પશ્ચિમ રેલવે સતલામ મંડળના ડી.આર.એમ રરજનીશ કુમારની તાજેતરમાં બદલી થતા તેમની જગ્યાએ 1990 ની બેચના અધિકારી અશ્વિનીકુમારની મંડળ રેલ પ્રબંધક તરીકે નિયુક્તિ થતા તેઓએ ગઈકાલે વિધિવત રીતે પદભાર સંભાળ્યો હતો. જે બાદ આજરોજ નવનિયુક્ત ડી.આર. એમ સલૂન મારફતે મેઘનગર તેમજ દાહોદની મુલાકાતે આવ્યા હતા. દરમિયાન રેલવેના ઉચ્ચ અધિકારીઓ પણ તેઓની સાથે દાહોદ આવ્યા હતા. દાહોદ ખાતે અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત ચાલી રહેલા કામોની સમીક્ષા કરી હતી. ડીઆરએમએ , વેઇટિંગ હોલ સર્ક્યુલેટિંગ એરિયા, પાર્સલ ઓફિસ, સ્ટેશન માસ્ટર ઓફિસ, મહિલા તેમજ પુરુષ પ્રતીક્ષાલય, તેમજ નવા બનાવેલા ફૂટ બ્રિજની મુલાકાત લીધી હતી.દરમિયાન અધિકારીઓથી કામો વિશે રીવ્યુ લીધા હતા તો કેટલાક કામોમાં જરૂરી સુધાર કરવા નિર્દેશ પણ આપ્યા હતા. તેઓ સલૂન મારફતે કાંસુડી ખાતે રવાના થયા હતા.