મિશન રફતાર 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેન દોડશે તો આ લોકોનું શું થશે.?
પીપલોદમાં ફૂટઓવર બ્રિજના અભાવે જીવના જોખમે રેલવેના પાટા ઓળંગતા સ્થાનિકો: મોટી હોનારતની આશંકા..
દાહોદ તા.21
દિલ્હી મુંબઈ રેલમાર્ગ પર સ્થિત પીપલોદ જુની ફાટક ઉપર ફૂટ ઓવરબ્રિજ બનાવવા માટેની માંગ થઈ હતી તેને બનાવવા માટે સાંસદ તથા રેલવે તંત્ર દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ આજ દિન સુધી આ ફૂટ ઓવરબ્રિજ બનાવવા નહીં આવતા ત્યાંથી નીકળતા રાહદારીઓને ટ્રેનની નીચે થઈને કા ઉપર થઈને નીકળવા મજબૂર થવું પડે છે.
પીપલોદ ની જુની ફાટક 50 વર્ષોથી આ ફાટક પરથી મુસાફરોની અવર-જવર ચાલી રહી છે અને આ ફાટક ઉપરથી વાહન વ્યવહાર બંધ થતા નવી ફાટક પર બનાવવામાં આવ્યું પરંતુ જે પણ મુસાફરો કે વિદ્યાર્થીઓ પીપલોદ બસ સ્ટેશન પર ઉતરે તો તેમને જૂની ફાટક ઉપર થઈને રેલવેના ટ્રેક ઓળંગીને રંધીપુર સંજેલી પસાયતા મછેલાઈ ગુણા તોયણી વગેરે ગામો ના મુસાફરો તથા વિદ્યાર્થીઓને આવું જવું પડતું હોય છે જ્યારે આ રેલવે ટ્રેક પર ફૂટ ઓવરબ્રિજ બનાવવા માટે 2019 માં દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર તથા રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ દ્વારા ફૂટ ઓવરબ્રિજ બનાવવા માટે ખાતમુહૂરત કરવામાં આવ્યું હતું પરંતુ આ ફૂટ ઓવરબ્રિજ આજ દિન સુધી નહીં બનતા તેનો ભોગ મુસાફરો તથા વિદ્યાર્થીઓને ભોગવવું પડે છે જ્યારે આ રેલવે ટ્રેક ઓળંગીને આવતા ઘણા વખત એક્સિડનો થયા તેના લીધે કેટલાય લોકોને જાણ ગુમાવવું પડ્યો છે પરંતુ આવા એકસીડન્ટ થયા છતાં રેલવે ટ્રેક પર આજદિન સુધી ફૂટ ઓવર બ્રિજ બનાવવા માટે કોઈપણ તંત્ર તૈયાર નથી જેના લીધે ત્યાંથી નીકળતા મુસાફરોને રેલવે ઉભી હોય તેના નીચેથી કે ઉપર ચડીને આવવા મજબુર થવું પડે છે ક્યારેક તો આ નીકળતા હોય તેવા સમયે રેલવે ચાલુ થઈ જતા મોટી જાનહાની પણ થઈ શકે છે માટે રેલ્વે ટ્રેક પર વહેલી તકે ફુટ ઓવરબ્રિજ બનાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે જ્યારે વારંવાર રેલવે તંત્ર તથા સાંસદને રજૂઆત કરવા છતાં આ ફૂટ ઓવરબ્રિજ ને બનાવવા માટે કોઈપણ તૈયાર નથી તેમ લાગી રહ્યું છે શું આ ફ્રુટ ઓવરબ્રિજ બનશે ખરો જે મુસાફરો તથા વિદ્યાર્થીઓને તકલીફ પડે છે તેમની તકલીફ દૂર થશે ખરી.