Wednesday, 05/02/2025
Dark Mode

દાહોદમાં અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી નો 75 મો સ્થાપના દિવસ ધામધૂમથી ઉજવાયો સંસ્થાના સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા: બીજા દિવસે એવોર્ડ અર્પણ કરાયા..

December 11, 2024
        1274
દાહોદમાં અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી નો 75 મો સ્થાપના દિવસ ધામધૂમથી ઉજવાયો  સંસ્થાના સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા: બીજા દિવસે એવોર્ડ અર્પણ કરાયા..

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદમાં અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી નો 75 મો સ્થાપના દિવસ ધામધૂમથી ઉજવાયો

સંસ્થાના સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા: બીજા દિવસે એવોર્ડ અર્પણ કરાયા..

દાહોદ તા. ૧૧

દાહોદમાં અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી નો 75 મો સ્થાપના દિવસ ધામધૂમથી ઉજવાયો સંસ્થાના સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા: બીજા દિવસે એવોર્ડ અર્પણ કરાયા..

શિક્ષણ થી સમૃદ્ધિ ના મંત્રને પોતાનામાં આત્મસાત કરી દાહોદ ને છેલ્લા 75 વર્ષથી શિક્ષણ પ્રદાન કરતી સંસ્થા દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી એ પોતાનો અમૃત પર્વ તારીખ 8 અને 9 ડિસેમ્બરના રોજ સંપન્ન કર્યો. જેમાં પ્રથમ દિવસ આઠમી તારીખે માનનીય સંસદ સભ્યના હસ્તે સમગ્ર નગરની શોભામાં અભિવૃદ્ધિ કરવા માટે ફાઉન્ટેન નું ઉદઘાટન કરવામાં આવ્યું તથા માન્ય કલેક્ટરશ્રીના શુભ હસ્તે સ્ટુડન્ટ કાઉન્સિલિંગ સેન્ટરની શુભ શરૂઆત કરવામાં આવી અને ત્યારબાદ સંસ્થાની વિવિધ શાળામાં શાળાઓના વિદ્યાર્થી ઓ તેમજ શિક્ષકો દ્વારા વિવિધ થીમ પર ખૂબ જ સુંદર મનમોહક નૃત્ય નાટિકાઓની પ્રસ્તુતિ કરવામાં આવી.

બીજા દિવસે નવમી તારીખે ધ્વજારોહણ થી શરૂ થયેલો સમારંભ જેના મુખ્ય અતિથિ ગુજરાત ના માનીતા પુત્ર શ્રી કેસુભાઈ ગોટી હતા તેમાં અમૃત પર્વની શુભ વેળાએ સંસ્થા દ્વારા ભૂતપૂર્વ કાર્યકર્તાઓનું અને હંમેશા પોતાના ઉદાહરણથી સખાવત આપતા દાતાઓનું સન્માન કરવામાં આવ્યું .તો પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ ગિરધરલાલ સંસ્કાર કેન્દ્ર દ્વારા પ્રતિભાવોને સન્માનવા માટે આદરણીય શ્રી કેશુભાઈ ગોટીને સંસ્કાર એવોર્ડ તેમજ લીમખેડા મહિલા બાગાયત સહકારી મંડળી ને શ્રી ગિરધરલાલ સંસ્કાર એવોર્ડ તથા નવજીવન સાયન્સ કોલેજ અને તેના પ્રિન્સિપાલ ડોક્ટર ગૌરાંગભાઈ ખરાદી ને દક્ષતા એવોર્ડ પ્રદાન કરવામાં આવ્યો આ આ સાથે સંસ્થાની માહિતી પુસ્તિકા અમૃત યોગનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું આમ સમગ્ર દાહોદની જનતાને શિક્ષણ સન્માન અને દાનની ઉત્કૃષ્ટ પરંપરાની કૃતજ્ઞતા સાથે દાહોદ એજ્યુકેશન સોસાયટી એ પોતાનો પ્રતિબધ્ધતા દિવસ અને તે પણ 75 વર્ષના અમૃત પર્વના નામાભિધાનથી ઉજવ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!