રાજેશ વસાવે :- દાહોદ
સરહદી વિસ્તારમાં અવનવા કીમીયા અજમાવી વિદેશી દારૂની હેરફેરમા સામેલ બુટલેગરોમાં સોપો..
દાહોદ નજીક નેશનલ હાઈવે પર કાળીતળાઈ નજીક કોલસાના પાવડરની આડમાં સંતાડીને લઈ જવાતો લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો:ચાલકની ધરપકડ,ત્રણ સામે ગુનો દાખલ..
દાહોદ તા.05
ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર પેટ્રોલિંગમાં નીકળેલી રૂલર પોલીસે બાતમીના આધારે કાળીતળાઈ નજીક આઇસર ગાડીમાં પ્લાસ્ટિકના થેલામાં કોલસાના પાવડર ની આડમાં સંતાડીને લઈ જવા તો લાખો રૂપિયાના દારૂ સાથે ચાલકની ધરપકડ કરી છે. તેમજ આ ગુનામાં વિદેશી દારૂની હેરફેર માં સામેલ કુલ ત્રણ ઇસમો સામે ગુનો દાખલ કર્યા હોવાનું જાણવા મળે છે.
મદદ પ્રદેશ તેમજ રાજસ્થાનના સરહદી વિસ્તારમાંથી ગુજરાતમાં મોટા પાયે દારૂ ઘુસાડવાના કાવતરામાં બુટલેગરો અવનવા કિમીયા અજમાવી અને દારૂની રેલમછેલ કરતા હોય છે.તેજ પ્રમાણે મધ્યપ્રદેશ અને ગુજરાતની બોર્ડર પર આવેલા નેશનલ હાઇવેનો સહારો લઈને મોટા પાયે વિદેશી દારૂ ઘુસાડવામાં આવતો હોય છે. જોકે વિદેશી દારૂની વધીને કડક રીતે ડામી દેવા દાહોદ જિલ્લા પોલીસ પણ હવે સક્રિય થઈ છે.ત્યારે ગઈકાલે દાહોદ તાલુકા પોલીસ હાઈવે ઉપર પેટ્રોલિંગ પર હતી તેવા સમયે તેમને બાતમી મળી હતી કે ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે ઉપરથી MH-02-ER-2736 નંબરની આઈસર ગાડીમાં કોલસાના પાવડરની આડમાં વિદેશી દારૂ સંતાડીને લઈ જવાઈ રહ્યો છે. તેવી બાતમી આધારે તાલુકા પોલીસે હાઈવે ઉપર કાળી તળાઈ નજીક નાકાબંધી કરી અને બાતમીમાં દર્શાવેલી આઈસર ગાડી આવતા ચાલકે ગાડી ભગાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસે તેનો પીછો કરી આઈસર ગાડીને રોકાવતા તેમાં કોલસાના પાવડરના પોટલા મુકેલા હતા અને તેની આડમાં વિદેશી દારૂની પેટીઓ સંતાડીને લઈ જવાઈ રહી હતી. તાલુકા પોલીસે આઈસર ગાડીની તલાશી લેતા તેમાંથી પોલીસને 200 વિદેશી દારૂની પેટીઓ જેની બોટલો કુલ નંગ 9600 અને તેની કિંમત 12 લાખ 96 હજારનો વિદેશી દારૂનો કુલ 23,02,500 રૂપિયાનો દારૂનો મુદામાલ કબ્જે કરી અને દારૂ કયાથી કયા લઈ જવાઈ રહ્યો હતો તેની વધુ તપાસ દાહોદ તાલુકા પોલીસ દ્રારા હાથ ધરવામાં આવી છે. પોલીસે ઉપરોક્ત બનાવમાં વિદેશી દારૂનો માલ મોકલનાર મનોજ શંકરલાલ રાવત રહેવાસી ઈન્દોર કનાડિયા સરસ્વતીનગર , વડોદરા ગોલ્ડન ચોકડી ખાતે દારૂનો માલ મંગાવનાર વ્યક્તિ તેમજ અન્ય એક મળી ત્રણ ઇસમો સામે ગુનો દાખલ કર્યો છે.