બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા એસ.ટી વિભાગ દ્વારા ત્રણ નવી એસટી બસ શરૂ કરાતા મુસાફર જનતામાં આનંદની લાગણી*
*ફતેપુરા એસટી સ્ટેન્ડ ને સરહદી વિસ્તારો માટે એસટી બસ ફરવા તેવા કંટ્રોલર ના પ્રયત્નો*
સુખસર,તા.2
ફતેપુરા એસટી ડેપોથી ત્રણ નવીન એસ.ટી બસો ફળવાતા મુસાફર જનતામાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી હોવાનું જાણવા મળે છે. તેમાં ફતેપુરા થી અમદાવાદ,ફતેપુરા થી સંતરામપુર તથા ફતેપુરા થી બાટવા ત્રણ નવીન એસ.ટી રૂટ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં આવેલ એસ.ટી સ્ટેન્ડથી નવીન ત્રણ એસ.ટી રૂટ આજરોજ શરૂ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.જેના લીધે ફતેપુરા તાલુકાની મુસાફર જનતામાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. નવીન શરૂ થયેલ એસ.ટી રૂટો આ પ્રમાણે છે.ફતેપુરા થી અમદાવાદ સવારના 8 કલાકે ઉપડશે.ફતેપુરા થી સંતરામપુર વાયા મોલારા લોકલ એસ.ટી રૂટ બપોરના 3 કલાકે ઉપડશે. જ્યારે ફતેપુરા થી બાટવા સાંજના 5:300કલાકે ફતેપુરા થી સુખસર, ઝાલોદ,સંજેલી,મોરવા હડફ રૂટ રહેશે જેના લીધે પાંચ તાલુકાના મુસાફરોને આ બસનો લાભ મળશે તેમ જાણવા મળે છે.નવી એસ.ટી રૂટ આજરોજ શરૂ કરવામાં આવતા ફતેપુરા તાલુકાની જનતામાં આનંદની લાગણી પ્રસરી ગયેલ છે.ફતેપુરા ટ્રાફિક કંટ્રોલર ગુલાબભાઈ પારગી એ જણાવ્યું હતું કે,ફતેપુરા તેમજ આજુબાજુના લોકોને એસ.ટી બસની સારી અને વધારે સેવા મળી રહે તે માટે અમો પ્રયત્નશીલ છીએ.અને આવનાર સમયમાં રાજસ્થાનની સરહદે આવેલ ફતેપુરા એસ.ટી ડેપોને સરહદી વિસ્તારો માટે વધુ એસ.ટી બસની મુસાફર જનતાને સુવિધા મળી રહે તેમ અમો ઇચ્છીએ છીએ.