રાજેશ વસાવે :- દાહોદ
*ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમીટેડના સી. એસ. આર. ફંડના માધ્યમથી દાહોદ જિલ્લામાં દિવ્યાંગ સાધન સહાય અંગે કેમ્પ યોજાયો*
*આઈ. ઓ. સી. એલ. ના CSRની કુલ રૂ.૫૪.૯૬ લાખની રકમમાંથી દાહોદ જિલ્લાના કુલ ૧૬૭ દિવ્યાંગ ભાઈઓ – બહેનોને કુલ ૨૧૩ જેટલાં સાધન સહાયનું વિતરણ કરાયું*
દાહોદ તા. ૨૬
ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશનના સહયોગથી બ્લાઈન્ડ વેલ્ફેર કાઉન્સિલ દાહોદ ખાતે જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતા તેમજ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી કરણસિંહ ડામોરની પ્રેરક ઉપસ્થિતિ હેઠળ દિવ્યાંગજન સાધન સહાય વિતરણ કેમ્પ યોજવામાં આવ્યો હતો.
આ કેમ્પ દરમ્યાન ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમીટેડના કોર્પોરેટ સોસીયલ રિસ્પોન્સિબિલિટી (CSR) ની કુલ રૂ.૫૪.૯૬ લાખની રકમમાંથી દાહોદ જિલ્લાના કુલ ૧૬૭ દિવ્યાંગ ભાઈઓ – બહેનોને કુલ ૨૧૩ જેટલાં સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં બેલકીટ, મોટરાઈઝ ટ્રાઈસિકલ, વ્હીલચેર, વોકિંગ સ્ટીક, સ્માર્ટફોન વગેરેનો દિવ્યાંગ સાધનોનું વિતરણ દિવ્યાંગ લાભાર્થીઓને કરવામાં આવ્યું હતું.
આ કેમ્પ દરમ્યાન ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમીટેડના જી. એમ. (એચ. આર. ) શ્રી શૈલેન્દ્ર સિંહ જાડેજા, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમીટેડના ચીફ મેનેજરશ્રી રાજેશ કરણીકર, સમાજ સુરક્ષા અધિકારીશ્રી એચ. એમ. રામાણી, ચીફ ઓફિસરશ્રી રમેશભાઈ ખાટા તેમજ જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી એસ.કે.તાવિયાડ ઉપસ્થિત રહ્યા હતા.
આ કેમ્પ નિમિતે લીગલ કમ પ્રોબેશન ઓફિસરશ્રી એ.જી. કુરેશી દ્વારા નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત નશા મુક્ત ભારતની શપથ લેવડાવવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે આભાર વિધિ બ્લાઇન્ડ વેલ્ફેર સંસ્થા મંત્રીશ્રી યુસુફી કાપડિયા દ્વારા કરવામાં આવી હતી.
૦૦૦