ઈલિયાશ શેખ :- સંતરામપુર
ઓનલાઇનનો બિઝનેસનો વ્યાપ વધતા સ્થાનિક વેપારીઓ પર મોટી અસર..
સંતરામપુરમાં ઓનલાઇન ખરીદીનો ક્રેઝ વધતા સ્થાનિક વેપારીઓમાં વેપારનો દુકાળ…
સંતરામપુર તા.12
સંતરામપુર તાલુકામાં અલગ અલગ ગામડામાં ખાનગી કુરિયર દ્વારા facebook instagram અને અન્ય એપ્લિકેશન દ્વારા મોબાઈલના માધ્યમથી મોટાભાગના ગામડાના અને નગરજનો દરેક વસ્તુ હવે ઓનલાઇન મંગાવતા હોય છે સંતરામપુરમાં રોજની આશરે 300 થી 500 પાર્સલો આવતા હોય છે અને આઠ જેટલા માણસો તેની ડિલિવરી કરતી હોય છે રોજની ઓનલાઇન બિઝનેસમાં આવકમાં અલગ અલગ કંપનીઓને ચારથી પાંચ લાખ રૂપિયાની આંકડો પહોંચી ગયેલો જોવા મળી આવેલો છે હવે ઓનલાઇનમાં ના માધ્યમથી દરેક પ્રકારની ચીજ વસ્તુઓ ઘર આંગણે આવી જતી હોય છે સીડી ફ્રીજ એલઇડી અન્ય નાની-મોટી પ્રોડકો કંપની દ્વારા આ ઓનલાઈન માધ્યમથી સૌથી વધારે ફોકસ જોવા મળી આવેલું છે જેના કારણે રાબેતા મુજબ સ્થાનિક વેપારીઓમાં પણ આની અસર જોવા મળી આવેલી છે
ઓનલાઇન બિઝનેસ શરૂ થતા જ વેપારીઓમાં ધંધા રોજગારમાં મોટી અસર જોવા મળી આવેલી છે છેલ્લા દોઢ માસમાં સંતરામપુરમાં સ્થાનિક લેવલે ખાનગી કુરિયરની ઓનલાઈન ની ઓફિસ ખુલી જતા અને ડીલેવરી કરતા સતત રોજ બનાવી પ્રોડક્ટ આવતી હોય છે રોજ સવારે 6:00 કલાકે એલપી ગાડીમાંથી 300થી 500 દાગીના ઉતરતા હોય છે સંતરામપુર તાલુકામાં અને ફતેપુરામાં સુખસરમાં મોટાભાગના ગામડામાં સૌથી વધારે ઓનલાઇન માધ્યમ થી ખરીદી કરતા લોકોમાં જોવા મળી આવેલું છે આ વખતે દરેક વેપારીઓમાં દિવાળીના સમયમાં પણ ૩૦ થી ૪૦ ટકા ઘરાગીમાં મોટો ફેરફાર જોવા મળી આવેલો છે ઓનલાઇન બિઝનેસમાં મોટાભાગની ખરીદી થતી હોવાની રેશિયો બહાર જોવા મળી આવેલો છે