દાહોદમાં નકલી NA પ્રકરણમાં છ પૈકી ત્રણ આરોપીએ જામીન મુકયા:કોર્ટે સુનવણી રાખી ચુકાદો 11 મી સુધી અનામત રાખ્યો..

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદમાં નકલી NA પ્રકરણમાં છ પૈકી ત્રણ આરોપીએ જામીન મુકયા:કોર્ટે સુનવણી રાખી ચુકાદો 11 મી સુધી અનામત રાખ્યો..

દાહોદ તા. 06

દાહોદ પંથકમાં ચકચાર મચાવનાર બહુચર્ચિત નકલી NA ઓર્ડર કૌભાંડમાં અલગ અલગ નોંધાયેલી ફરિયાદ અનુસંધાને દાહોદ પોલીસે અટકાયત કરેલા 6 આરોપીઓ પૈકી 3 આરોપીઓએ અત્રેની સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી મુકતા કોર્ટે લંબાણપૂર્વકની દલીલોના અંતે ચુકાદો અનામત રાખી આગામી તારીખ 11 મી એ તારીખ આપતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા આગામી ૧૧મી તારીખે સદર આરોપીઓના જામીન મંજૂર થશે કે કેમ તેના ઉપર સૌની મીટ મંડાઈ છે. જોકે દાહોદ નકલી NA કૌભાંડમાં ઝડપાયેલા ડિમ્પલ કૃષ્ણકાંત ગાંધી,નજમુદ્દીન અબ્દેઅલી ગાંગરડીવાલા તથા મનનાન તાહેર જીનિયા દ્વારા સેશન કોર્ટમાં પોતાની જામીન અરજી મૂકવામાં આવી હતી જામીન અરજી અંગે આજે કોર્ટમાં લંબાણપૂર્વકની દલીલો હાથ ધરાવી હતી દલીલોને અંતે વધુ કાર્યવાહી આગામી તારીખ 11 મી એ કરવામાં આવનાર હોવાનું કોર્ટે જણાવતા જામીન અરજી અંગે શું ચુકાદો આવશે તેના ઉપર સૌની મીટ મંડાયેલી છે.

Share This Article