સંજેલી તાલુકાના પતેલા ગામે નાળું તૂટી પડતા લોકોને હાલાકી વાહન વ્યવહાર ખોરવાયો..
હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરતા એક વર્ષમાં જ ધોવાઈ ને તૂટી પડ્યું..
સંજેલી તા..24
સંજેલી તાલુકામાં ઠેર ઠેર કોન્ટ્રાક્ટરની ભ્રષ્ટાચારની પોલ ખુલી રહી છે.વહીવટી તંત્ર દ્વારા તટસ્થ રીતે તપાસ કરી આવા લે ભાગુ કોન્ટ્રાક્ટર સામે કેમ કાર્યવાહી કરવામાં આવતી નથી જ્યાં જુએ ત્યાં ક્યાંક રસ્તો ફાટી ગયો તો ક્યાંક નાળુ તૂટી પડ્યું તો ક્યાંક કોજવે શું આ કોન્ટ્રાક્ટરો હલકી કક્ષાનું મટીરીયલ વાપરે એ તો ખરું જ પણ નકલી સિમેન્ટ તો નથી વાપરતા ને? તેવા પ્રકારના સવાલો કામગીરીને જોઈને ઉઠવા પામ્યા છે.
સંજેલી તાલુકાના મોલી ગ્રામ પંચાયતમાં આવેલ પતેલા ગામે પટેલ ફળિયા તરફ જવાનું નાળું ગયા વર્ષે જ બનાવવામાં આવ્યું હતું. અને તેની ઉપર ફળિયામાં અવરજવર કરવા માટે સીસી રસ્તો પણ બનાવવામાં આવ્યો હતો. પરંતુ હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરી અને માત્ર નામ પૂરતું જ ચૂનો ચોપડી બનાવવામાં આવેલું આ નાળુ અને રસ્તો ચોમાસાના પ્રથમ વરસાદે જ તેની પોલ ખોલી નાખી છે. હજુ તો માંડ માંડ તંત્ર દ્વારા આ નાણાના પૈસા ચૂકવવામાં આવ્યા હશે અને ત્યાં જ લોકોને અવરજવર કરવા માટે આ બનાવેલું નાળું અને સીસી રસ્તો તૂટી પડ્યો છે. જેથી આ ફળિયામાં અવરજવર કરતા રાહદારીઓ અને વાહનચાલકોને ફરી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે અને રોડ પર જ પોતાના વાહનો પાર કરી અને ફરી પગદંડીએ જ પોતાના ઘર તરફ અવરજવર કરવાનો વારો આવ્યો છે. ત્યારે તંત્ર દ્વારા આવા હલકી કક્ષાના ગુણવત્તાના મટીરીયલથી બનાવેલા કામગીરીની યોગ્ય તપાસ કરવામાં આવે અને તેમની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેમજ આ વિસ્તારમાં અવરજવર કરવા માટે તાત્કાલિક નાળું નાખી અને રસ્તો બનાવવામાં આવે તેવી સ્થાનિક લોકોની માં ઉઠવા પામી છે.