Tuesday, 22/10/2024
Dark Mode

ફતેપુરા તાલુકા કન્યા શાળા ખાતે તાલુકા કક્ષાનુ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું* 

October 7, 2024
        1416
ફતેપુરા તાલુકા કન્યા શાળા ખાતે તાલુકા કક્ષાનુ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું* 

બાબુ સોલંકી :- સુખસર 

*ફતેપુરા તાલુકા કન્યા શાળા ખાતે તાલુકા કક્ષાનુ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું* 

*તાલુકાના 23 ક્લસ્ટરના પાંચ વિભાગો માંથી કુલ 115 કૃતિમાં 230 બાળ વૈજ્ઞાનિકોએ ભાગ લીધો હતો*

સુખસર,તા.7

ફતેપુરા તાલુકા કન્યા શાળા ખાતે તાલુકા કક્ષાનુ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું* 

 ફતેપુરા તાલુકા કન્યાશાળા ખાતે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દાહોદ સંચાલિત બી.આર.સી ભવન ફતેપુરા દ્વારા આયોજિત તાલુકા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું ધારાસભ્ય રમેશભાઈ કટારાની અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું.

            ફતેપુરા તાલુકા કન્યાશાળા ખાતે દાહોદ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દાહોદ સંચાલિત બી.આર.સી ભવન ફતેપુરા દ્વારા તાલુકા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન નું આયોજન ધારાસભ્ય રમેશભાઈ કટારાની અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યું હતું. જેમાં તાલુકાના 23 કલસ્ટરના પાંચ વિભાગોમાંથી કુલ 115 કૃતિ અને 230 બાળ વૈજ્ઞાનિકો તેમજ 115 માર્ગદર્શક શિક્ષકોને પ્રોત્સાહિત કરી સન્માનવાનો આ અમૂલ્ય અવસર કન્યાશાળા અને બી.આર.સી ભવન ફતેપુરા ખાતે યોજવામાં આવેલ હતો.બાળ વૈજ્ઞાનિક મેળાનો ઉપસ્થિત સૌ કોઈએ લાભ લીધો હતો.જેમાં અલગ-અલગ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.આ પ્રસંગે ધારાસભ્ય રમેશ કટારા અને દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ અમલીયારે બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભકામનાઓ આપી હતી.ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીએ બાળકોને શુભેચ્છા આપતા જણાવ્યું હતું કે, અહીં બેઠેલા બાળકો ભારતની આવતીકાલ છે.આમાં કેટલાય વૈજ્ઞાનિકો બેઠા છે.તો કેટલાક શું બનશે એ આપણને ખબર નથી.પરંતુ એ ભારતનુ ભવિષ્ય છે તેવું જણાવ્યું હતું.આ પ્રસંગે ધારાસભ્ય રમેશ કટારા,તાલુકા વિકાસ અધિકારી યોગેશ બારીયા,ભાજપા જિલ્લા પ્રમુખ શંકરભાઈ આંમલીયાર,તાલુકા પ્રમુખ ભરતભાઈ પારગી તેમજ પાર્ટીના વિવિધ હોદ્દેદારો,શિક્ષણ સાથે સંકળાયેલા વિવિધ સંગઠનો ઉપસ્થિત રહ્યા હતા.તે દરમિયાન બાળ વૈજ્ઞાનિક મેળામાં એક થી ત્રણ નંબર આવનારી શાળાઓના બાળકોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.અહીં વિજેતા થનાર કૃતિઓ જિલ્લા કક્ષાએ લઈ જવામાં આવશે.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે બી.આર.સી કોષો મુકેશકુમાર પટેલે કાર્યક્રમને સફળ બનાવવા માટે અથાગ પ્રયત્ન કર્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન તાલુકા કન્યા શાળાના આચાર્ય દિનેશભાઈ પટેલે કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!