રાજેશ વસાવે :- દાહોદ
નેશનલ હાઇવે પર એક પછી એક ચાર ટ્રકો વચ્ચે વિચિત્ર અકસ્માત:એક ટ્રકમાં પરમિટ વાળો આર્મીનો દારૂ ભરેલો હતો.
દાહોદ નજીક જાલત ગામે અમદાવાદ-ઈન્દોર હાઈવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો,મદદ માટે ઉભા રહેલા ત્રીજા ટ્રકને ચોથી ટ્રકે ટક્કર મારી,એક ઈજાગ્રસ્ત…
દાહોદ તા. 30
દાહોદ જિલ્લાના જાલત ગામે અમદાવાદ ઈન્દોર હાઇવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમા એક ક્લિનર ઈજાગ્રસ્ત થતા તેને ટ્રકમાંથી બહાર કાઢવા રોકાયેલ અન્ય ટ્રકને બીજી ટ્રકે ટક્કર મારતા ચારેય ટ્રકોને ભારે નુકસાન થયુ હતુ. જોકે રાત્રિના સમયે બનેલી ઘટનામાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા તેઓને દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર ગત મોડી રાતે દાહોદના જાલત ગામ નજીક અમદાવાદ-ઈન્દોર હાઈવે પર અવંતિકા રિસોર્ટ નજીક બે ટ્રક એક બીજા સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો, બે ટ્રક વચ્ચે અકસ્માત થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા.અને અકસ્માતમાં ઘાયલ ક્લિનરને બહાર કાઢવા અન્ય ટ્રક ચાલક પોતાની ટ્રક રોડની સાઈડમાં ઉભી કરીને ઈજાગ્રસ્ત ક્લિનરને ટ્રકમાંથી બહાર કાઢવા મદદે ગયો હતો, તે સમય દરમિયાન મદદ ગયેલા ટ્રકચાલકની ટ્રકને અન્ય એક ટ્રકે ધડાકાભેર ટક્કર મારતા ટ્રકને મોટુ નુકસાન થયુ હતુ, ઘટનાની જાણ 108 એમ્બ્યુલન્સ ને કરતા એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચીને ઈજાગ્રસ્ત ક્લિનરને સારવાર અર્થે ઝાયડસ હોસ્પિટલ ખસેડાયો હતો.
*અકસ્માત સર્જાતા હાઈવે એક કલાક સુધી બંધ કરાયો.*
જાલત ગામે હાઇવે પર અકસ્માત સર્જાયો હોવાની માહિતી મળતા દાહોદ ડિવિઝનના ડીવાયએસપી જગદીશ ભંડારી પોલીસ સ્ટાફ સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને નેશનલ હાઇવે ઓથોરિટી ને જાણ કરતા નેશનલ હાઇવે ના કર્મચારીઓ પણ ક્રેન સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા ને ટ્રેનની મદદથી અકસ્માત થયેલી બંને ટ્રકોને સાઈડમાં ખસેડીને રસ્તો પુનઃ ચાલુ કરવામાં આવ્યો હતો હાઇવે પર અકસ્માત થતા એક કલાક સુધી ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો હતો.
*મિલેટ્રીના દારૂ ભરેલા ટ્રકના લીધે સર્જાયો અકસ્માત.*
નેશનલ હાઈવે પર અવંતિકા રિસોર્ટ નજીક મીલેટરી નો પરમીટવાળો વિદેશીદારૂનો જથ્થો ભરેલા ટ્રકનો ચાલક ટ્રક ને રિવર્સમાં લઈ રહ્યો હતો તે સમયે પાછળથી પૂરપાટ આવ તો ટ્રક આ ટ્રક સાથે અથડાયો હતો.જે બાદ તેની પાછળ આવી રહેલા ટ્રકે મદદ માટે ઉભી રાખતા તેની પાછળ આવી રહેલા ટ્રક ચાલકે આગળ ઊભેલી ટ્રકને ટક્કર મારી હતી જેના પગલે અકસ્માત સર્જાયો હતો.
*એક ટ્રકમા મિલેટ્રી પરમિટનો દારુ હોવાનું સામે આવ્યું*
આ અકસ્માતમાં એક ટ્રકમાં અમદાવાદ મિલેટ્રી કેમ્પમાં લઈ જવાનો પરમીટ વાળો વિદેશી દારૂ ભરેલો હતો. જેને લઇને પણ પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં મળતી માહિતી અનુસાર એક્સાઇઝ વિભાગની મંજૂરીથી મધ્યપ્રદેશથી અમદાવાદ શાહીબાગ ખાતે આવેલા મિલિટરી બેસ કેમ્પમાં લઈ જવાતો આ વિદેશી દારૂ પરમિટ વાળો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.આર્મીના ઓફિસરો આ મામલત દાહોદ આવ્યા છે અને મુદ્દામાલ ચેક કર્યા બાદ જો વધારે નુકસાન હશે તો આ ટ્રકને પુનઃ મધ્યપ્રદેશ ખાતે મોકલી દેવાશે નહીંતર અમદાવાદ આર્મી બેસ કેમ્પમાં લઈ જવાશે.